અમૂલે હવે આયુર્વેદિક તુલસી અને જીંજર દૂધ લોન્ચ કર્યું, જાણો - ક્યાં અને કેટલા રૂપિયામાં મળશે
Wednesday 10 June 2020
Comment
દૂધ અને દૂધની બનાવટ બનાવવા માટે જાણીતી અમૂલ કંપનીએ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતી વધુ બે પ્રોડક્ટ લોન્ચ કરી છે. અમૂલ કંપનીએ હલ્દી દૂધ બાદ હવે તૂલસી દૂધ અને જીંજર દૂધ લોન્ચ કર્યું છે.
આણંદ : રાજ્ય, દેશ સહિત પૂરા વિશ્વમાં કોવિડ-19 વાયરસે હાહાકાર મચાવ્યો છે. કોવિડ-19ની વેક્સિન બનાવવા માટે મોટાભાગના તમામ દેશ પ્રયત્ન કરી રહ્યા છે. હજુ સુધી આ ખતરનાક વાયરસ માટેની રસી કે દવા બનાવવામાં સફળતા મળી નથી. જેથી આ વાયરસથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને શરીરની તંદુરસ્તી એટલે કે શારીરિક ઈમ્યુનિટી જ હાલમાં આપણને વાયરસથી બચાવવામાં સફળતા અપાવી શકે છે. ત્યારે ભારતની સૌથી મોટી ફૂડ કંપની અમૂલે વર્ષોથી તંદુરસ્ત અને સ્વાસ્થય માટે અનુકુળ હોય એવી દૂધની બનાવટ રજૂ કરી છે.
દૂધ અને દૂધની બનાવટ બનાવવા માટે જાણીતી અમૂલ કંપનીએ ઈમ્યુનિટી વધારવામાં મદદ કરતી વધુ બે પ્રોડક્ટ લોન્ચ કરી છે. અમૂલ કંપનીએ હલ્દી દૂધ બાદ હવે તૂલસી દૂધ અને જીંજર દૂધ લોન્ચ કર્યું છે.
ભારત સરકારના આયુષ મંત્રાલયની ઇમ્યુનિટી વધારવા માટે જે ગાઇડ લાઇન છે તે વાતને ધ્યાનમાં રાખી અમૂલ દ્રારા 200 એમએલની હળદરવાળા દૂધનું ટીન પેક બજારમાં એક મહિના પહેલા જ ઉતારવામાં આવ્યું છે. ત્યારે આજે 125 એમએલમાં ટીન પેકમાં તુલસી દૂધ અને જીંજર દૂધ રજૂ કર્યું છે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમડી આર એસ સોઢીએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસની દવા બનવામાં હજુ વાર લાગે તેમ છે, જેથી પ્રધાનમંત્રી અને આયુષ મંત્રાલયની ઈમ્યુનિટી વધારવાની ગાઈડલાઈનમાં પણ કહેવામાં આવ્યું છે કે, ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક પદ્ધતિ અનુસાર ખાવા-પીવાની વસ્તુ પર ધ્યાન આપવામાં આવે. ત્યારે અમૂલ દ્વારા વધુ બે ઈમ્યુનિટી વધારતી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, હળદર, તુલસી અને જીંજરનો ઉપયોગ શરીર માટે ખૂબ ઉત્તમ છે. જેથી અમે આ પ્રોડક્ટ લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં 10 લાખ જેટલા અમૂલ સ્ટોર પર આ દૂધ મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તુલસી અને જીંજર દૂધના 125 એમએલના ટીન પેક દરેકને માત્ર 25 રૂપિયામાં મળી શકશે. દરેક ગ્રાહક રોજ એક ટીન પેક પીવે તો દૂધના ગુણ સાથે તુલસી, હળદર અને જીંજરના ગુણ પણ મળવાથી શરીર તંદુરસ્ત રાખી શકાશે.

0 Response to "અમૂલે હવે આયુર્વેદિક તુલસી અને જીંજર દૂધ લોન્ચ કર્યું, જાણો - ક્યાં અને કેટલા રૂપિયામાં મળશે"
Post a Comment