PM Kisan Schemeમાં વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદી જાહેર, અહીં ચૅક કરો આપનું નામ

PM Kisan Schemeમાં વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદી જાહેર, અહીં ચૅક કરો આપનું નામ

5 સરળ સ્ટેપમાં ધરતીપુત્ર જાણી શકશે કે તેમને કિસાન સન્માન સ્કીમનો લાભ મળ્યો છે કે નહીં

Will Punjab and Haryana HC's recommendations reduce farmers' burden?

નવી દિલ્હીઃ મોદી સરકાર (Government of India)ની ખેડૂતો સાથે જોડાયેલી સૌથી ખાસ યોજનાઓ પૈકી એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan mantri Kisan Samman Nidhi Scheme)નો અનેક રાજ્યોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તેમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે. જ્યાંથી તેની શરૂઆત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળને બાદ કરતાં તમામ બીજેપી અને બીજેપીની સત્તા નથી તેવા તમામ રાજ્યો પોતાના વધુમાં વધુ ખેડૂતોને નાણા અપાવવાના પ્રયાસમાં લાગ્યા છે.

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુ સૌથી ઉપર છે. તેમાં બીજેપી શાસિત રાજ્યો પણ છે અને બિન-બીજેપી રાજ્યો પણ છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય મુજબ 8 જૂન સુધી 9 કરોડ 83 લાખ ખેડૂતોને સ્કીમનો લાભ મળી ચૂક્યો છે.

યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરશો?
- PM કિસાન સ્કીમની વેબસાઇટ pmkisan.gov.in પર કેન્દ્ર સરકારે તમામ લાભાર્થીઓની યાદી અપલોડ કરી છે. આ વેબસાઇટ પર Farmer Corner પર જઈને આપના આધાર કે મોબાઇલ નંબર દ્વારા તમે ચેક કરી શકો છો કે તમને પૈસા મળ્યા છે કે નહીં.
- જો તમે પહેલા અરજી કરી છે અને આપનું આધાર યોગ્ય રીતે અપલોડ નથી થયું કે કોઈ કારણથી આધાર નંબર ખોટો નોંધાયો છે તો તેની જાણકારી પણ તેમાં મળી જશે.
- તેમાં સરકારે તમામ લાભાર્થીઓની સમગ્ર યાદી અપલોડ કરી દીધી છે. એટલું જ નહીં તમારી અરજીની સ્થિતિ શું છે તેની જાણકારી ખેડૂત આધાર નંબર/બેંક ખાતું/મોબાઇલ નંબર દ્વારા પણ માલૂમ કરી શકે છે.

યાદી ઓનલાઇન જોવા માટેના સરળ સ્ટેપ
1. વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ
2. હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ છઅને ત્યાં Farmer Corner પર જાઓ
3. અહીં લાભાર્થી યાદીની લિંક પર ક્લિક કરો
4. ત્યારબાદ આપનું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામની વિગતો ભરો
5. આટલી વિગતો ભર્યા બાદ Get Report પર ક્લિક કરો અને સમગ્ર યાદી મેળવો.

0 Response to "PM Kisan Schemeમાં વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદી જાહેર, અહીં ચૅક કરો આપનું નામ"

Post a Comment

Native Banner