CM રૂપાણીએ લોન્ચ કર્યું ‘હું પણ કોરોના વોરિયર્સ’ કેમ્પેઈન, કહ્યું- કોઈ ભૂલ થઈ તો આફત આવશે

CM રૂપાણીએ લોન્ચ કર્યું ‘હું પણ કોરોના વોરિયર્સ’ કેમ્પેઈન, કહ્યું- કોઈ ભૂલ થઈ તો આફત આવશે


સીએમ વિજય રૂપાણીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતાં જણાવ્યું કે, 2 મહિનાના લોકડાઉન બાદ છૂટછાટ આપવામાં આવી છે. આપણે બહુ ટૂંકા સમયમાં ડેડિકેટેડ કોરોના હોસ્પિટલ બનાવી છે અને વિના મૂલ્યે સારવાર કરી રહ્યા છીએ. અને બે મહિનામાં સર્વેલન્સ, એગ્રેસિવ ટેસ્ટિંગ, દવાઓ, સાધનો અને કોરોનાનાં દર્દી સાજા થઈ ઘરે જાય તેવી ચિંતા કરી. ગુજરાતની 75 ટકા વસ્તી બે મહિનામાં લોકોને અનાજ પૂરુ પાડ્યું. લોકડાઉનમાં છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડ્યું. એક મહિનામાં 3-4 વખત રાઉન્ડ ચલાવી કોઈ ભૂખ્યું ન રહી જાય તેની ચિંતા કરી છે. કાર્ડવગરનાં નાગરિકોને પણ અનાજ પહોંચાડ્યું છે.

પરપ્રાતીંય શ્રમિકોને બે મહિના સુધી આપણે સાચવ્યા. પણ પરપ્રાંતીય શ્રમિકોને રટણ લાગી ગઈ કે અમને અમારા ગામ પહોંચાડી દો. આઝાદી પછી મોટું માઈગ્રેશન આપણને જોવા મળ્યું. 560 ટ્રેન તેમને ઘરે પહોંચાડવા ઉપડી ગઈ છે. 8 લાખ કરતાં પણ વધારે શ્રમિકોને માનભેર તેમના વતન પહોંચાડ્યા છે.

2 મહિનાના લોકડાઉનમાં દરરોજનું કમાઈને ખાનારા, વેપારીઓ અને ધંધો કરતાં લોકોને તકલીફ પડી. આવા લોકો મજબૂતીથી ઉભા થાય તે માટે 1 લાખ રૂપિયાની લોન વાર્ષિક 2 ટકાના વ્યાજથી આપવાની યોજના કાલથી શરૂ થઈ રહ્યા છીએ. લોકો ઝડપથી ઉભા થાય અને 6 મહિના સુધી વ્યાજ ભરવું નહીં તેનો પીરિયડ આપ્યો છે. અને 3 વર્ષમાં પોતાની લોન ભરી દે તેવી વ્યવસ્થા કરી છે.
હવે છૂટછાટ આપતાં કોરોના વોરિયરની ભૂમિકો હવે વધુ મહત્વની છે. અત્યાર સુધી ઘરની અંદર હતા અને હવે ઘરની બહાર નીકળવાનું થશે. કોરોનાનું કોઈ નિદાન ન મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે છે. કોરોના સામે આપણે સીધી લડાઈ લડવાની છે. જો કોઈ ભૂલ થઈ તો આફત આવી શકે છે. આપણે કોરોની સામે અને કોરોનાની સાથે જીવવાનું શરૂ કરવું પડશે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી પડશે.
હું પણ કોરોના વોરિયર અભિયાનની જાહેરાત કરું છું. સાત દિવસનું આ અભિયાન હશે. જે આવતીકાલથી શરૂ થશે. જેમાં 3 બાબતનું ખાસ ધ્યાન રાખો. 1. આપણાં બાળકો અને વડીલોને ઘરમાં જ રહેવાની આદત રાખીએ. 2. માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળીએ. 3. 2 ગજ કી દૂરી એટલે કે સામાજિક અંતરનું ધ્યાન રાખવું પડશે. અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધે તેના ઉપાયો કરવા પડશે. તેમાં લોકોને રસ પડે તે માટે ટાસ્ક પણ રાખ્યા છે. જેમાં 22 મેના રોજ દાદા-દાદી સાથે સેલ્ફી લઈ હું પણ કોરોના વોરિયર્સ હેશટેગ સાથે સોશિયલ મીડિયામાં અપલોડ કરજો.

0 Response to "CM રૂપાણીએ લોન્ચ કર્યું ‘હું પણ કોરોના વોરિયર્સ’ કેમ્પેઈન, કહ્યું- કોઈ ભૂલ થઈ તો આફત આવશે"

Post a Comment

Native Banner