વિનાશક ભૂકંપનો સંકેત! બે મહિનામાં 12 વખત આવ્યા ભૂકંપના આંચકા, વૈજ્ઞાનિકોની ચિંતા વધી

વિનાશક ભૂકંપનો સંકેત! બે મહિનામાં 12 વખત આવ્યા ભૂકંપના આંચકા, વૈજ્ઞાનિકોની ચિંતા વધી

આ અંગે નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ભૂકંપના આંચકાઓને હળવાસથી ન લઈ શકાય. આ મોટા ભૂકંપનો સંકેત બની શકે છે.

વિનાશક ભૂકંપનો સંકેત! બે મહિનામાં 12 વખત આવ્યા ભૂકંપના આંચકા, વૈજ્ઞાનિકોની ચિંતા વધી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક વાર ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે આશરે 1 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી-ગુરુગ્રામ બોર્ડ પાસે હોવાનું નામવામાં આવે છે. જોકે, ભૂકંપથી અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકાની શરૂઆત 12 એપ્રિલથી થઈ હતી. ત્યારથી અત્યાર સુધી દેશના વિવિધ જગ્યાઓમાં અલગ અલગ દિવસે ભૂકંપના 12 આંચકા આવી ચૂક્યા છે. આ અંગે નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ભૂકંપના આંચકાઓને હળવાસથી ન લઈ શકાય. આ મોટા ભૂકંપનો સંકેત બની શકે છે.

સવાલ એ છે કે શું કોઈ મોટી અનહોનીનો સંકેત છે કે પછી સામાન્ય વાત છે? ભારત સરકારના રેકોર્ડ બતાવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર ભૂકંપ અંગે વધારે તીવ્રતાવાળા ઝોન 4માં આવે છે. જ્યાં રિક્ટર પ્રમાણે 8 તીવ્રતાવાળા ભૂકંપની આશંકા હોય છે. લગભગ 60 ટકા અનિયોજીત રીતે વસેલા દિલ્હીમાં 80 ટકા ઈમારતો અસુરક્ષિત છે. આવી સ્થિતિમાં ભૂકંપ આવવા પર જાનમાલનું મોટું નુકસાન થવાનો ડર બની રહે છે.

ક્યાં ક્યારે કેલટી તિવ્રતાનો ભૂંકપ

12 એપ્રિલ 2020, 3.5 તીવ્રતા, કેન્દ્ર દિલ્હી, ઉંડાઈ 8 કિલોમિટર
-13 એપ્રિલ 2020. 2.7 તીવ્રતા, કેન્દ્ર દિલ્હી, ઉંડાઈ 5 કિલોમિટર
15 મે 2020, 2.2 તીવ્રતા, કેન્દ્ર દિલ્હી, ઉંડાઈ 22 કિલોમિટર28 મે 2020, 2.5 તીવ્રતા, કેન્દ્ર ફરીદાબાદ, ઉંડાઈ 10 કિલોમિટર
29 મે 2020, 2.9 તીવ્રતા, કેન્દ્ર રોહતક, ઉંડાઈ 10 કિલોમિટર
29 મે 2020, 4.5 તીવ્રતા, કેન્દ્ર રોહતક, ઉંડાઈ 15 કિલોમિટર
1 જૂન 2020, 3.0 તીવ્રતા, કેન્દ્ર રોહતક, ઉંડાઈ 10 કિલોમિટર
1 જૂ 2020, 1.8 તીવ્રતા, કેન્દ્ર રોહતક, ઉંડાઈ 5 કિલોમિટર
3 જૂન 2020, 3.0 તીવ્રતા, કેન્દ્ર ફરીદાબાદ, 4 કિલોમિટર
5 જૂન 2020, 4.1 તીવ્રતા, કેન્દ્ર જમશેદપુર, ઉંડાઈ 16 કિલોમિટર
8 જૂન 2020, 2.1 તીવ્રતા, કેન્દ્ર દિલ્હી, ગુડગાંવ બોર્ડ, ઉંડાઈ 18 કિલોમિટર

સિસ્મિક ઝોન 4માં આવે છે દિલ્હી
સિસ્મિક ઝોન ચારમાં સામેલ દિલ્હી ભૂકંપની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ છે. પૂર્વ અને જૂની દિલ્હી સાંકરી છે અને દળદળી જમીન ઉપર વસ્યૂ હોવાના કારણે વધારે સંવેદનશીલ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ખતરો વધારે રહે છે.

ભૂકંપની દુષ્પરિણામોને ઓછું કરવા માટે કેન્દ્ર સરકારે દિલ્હી ક્ષેત્રની જમીનની નીચેની માટીની તપાસ કરાવીને એ તપાસ કરી છે કે આ વિસ્તારમાં સૌથી વધારે સંવેદનશીલ (Earthquake prone area) છે. જમીનની અંદરની સંરચના ઉપર થનારા એક અધ્યયનમાં ભૂ વૈજ્ઞાનિક સિસ્મિક માઈક્રોઝોનેશન (Seismic microzonation) કહે છે. જેનાથી જાણકારી મળે છે કે ભૂકંપને ધ્યાનમાં રાખીને કયો વિસ્તાર સુરક્ષિત અને ખતરનાક છે. દિલ્હીના રિપોર્ટમાં ચોખ્ખુ જણાવવામાં આવ્યું છે કે ગીચ વસ્તીવાળા યમુનાપાર સહિત ત્રણ ઝોન સર્વાધિક ખતરનાક છે.


Solar Eclipse 2020: ક્યારે છે સૂર્ય ગ્રહણ અને ભારતમાં ક્યાં જોવા મળશે?

0 Response to "વિનાશક ભૂકંપનો સંકેત! બે મહિનામાં 12 વખત આવ્યા ભૂકંપના આંચકા, વૈજ્ઞાનિકોની ચિંતા વધી"

Post a Comment

Native Banner