કોરોનાથી લોકોને બચાવવા માટે Google Map લાવ્યું નવું ફિચર, તમે પણ જાણો
Wednesday 10 June 2020
Comment
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં આ અંગે જાણકારી આપી છે.
ગૂગલ (Google) તેના મેપમાં (Google Map) એક નવો ફિચર એડ કર્યો છે. જેના દ્વારા યુઝર્સને Covid 19થી જોડાયેલી યાત્રાઓ પર પ્રતિબંધ મામલે એલર્ટ મળશે. ગૂગલે જણાવ્યું કે આ નવા ફિચરથી યુઝર્સ ચેક કરી શકશે કે કયા ખાસ સમયમાં સ્ટેશન (Train Station) પર ઓછી ભીડ હશે તથા નિશ્ચિત રૂટ પર બસ નક્કી કરેલા સમયે ચાલી રહી છે કે કેમ?
PM Kisan Schemeમાં વાર્ષિક 6000 રૂપિયાના લાભાર્થીઓની યાદી જાહેર, અહીં ચૅક કરો આપનું નામ
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટમાં આ અંગે જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે તેણે પોતાના ટ્રાંજિટ એલર્ટ ફિચરમાં આર્જેટીના, ફ્રાંસ, નેધરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટસ અને યુનાઇટેડ કિંગડમમાં આ સેવાઓ શરૂ કરી છે. ગૂગલ મેપના આ નવા ફિચરની મદદથી યુઝર્સ હવે પ્રતિબંધિત સીમાઓ વિષે જાણકારી મેળવી શકશે. જો તમારા શહેરમાં કોવિડ 19નો પ્રભાવ છે તો તમે ગૂગલ મેપની મદદથી પ્રભાવિત વિસ્તાર વિષે જાણકારી મેળવી શકો છો. સાથે જ તમારા Google Mapની હોમ સ્ક્રીન પર તમને એલર્ટ પસંદ કરો છો તો તમને હાલના મેપના વ્યૂના આધારે આ વિસ્તાર સાથે જોડાયેલા કામની લિંક પણ મળશે.
હાલમાં જ કંપનીએ લોકડાઉન હેઠળ ગતિશીલતાની તપાસ કરવા અને સ્વાસ્થય અધિકારીઓને આકલન કરવામાં મદદ કરવા માટે 131 દેશોના ગૂગલ યુઝર્સના ફોનથી સ્નાન ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણનો પ્રયાસ તે જાણવાનો હતો કે શું લોકો સામાજીક ગરબડી અને વાયરસ પર લગામ લગાવવા માટે જાહેર કરેલા અન્ય આદેશોનું પાલન કરે છે કેમ? Googleએ પોતાના સર્ચ એડ્સના વ્યવસાયને લઇને દુનિયાભરમાં ડિઝિટલ મેપ પર અરબો ડોલરનું રોકાણ કર્યું ચે. દર મહિને 1 બિલિયન યુઝર્સને તેણે ફ્રી નેવિગેશન એપ પર બોલાવ્યા છે.
0 Response to "કોરોનાથી લોકોને બચાવવા માટે Google Map લાવ્યું નવું ફિચર, તમે પણ જાણો"
Post a Comment