ગુજરાતમાં ફરી બધું બંધ થશે તેને લઈને CM રૂપાણીની સ્પષ્ટતા, કહ્યુ - આ માત્ર એક અફવા
Friday 29 May 2020
દેશમાં કોરોના મહામારીને લઇને લાગુ કરવામાં આવેલ લૉકડાઉન 4.0 આગામી 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે
ગાંધીનગર : લૉકડાઉન-4.0 આગામી 31 મેના રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે ગુજરાતના તથા સમગ્ર દેશમાં લૉકડાઉન વધારવામાં આવશે તેવી અટકળો છેલ્લા કેટલાય દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લૉકડાઉન-5ને લઇને હાલ કોઇ પ્લાન નહીં હોવાની વાત કરી હતી.
આ પ્રકારના મેસેજ ફરતા થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, 1લી જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો ફેલાવવામાં આવી રહી છે. આ વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના મહામારીને લઇને લાગુ કરવામાં આવેલ લૉકડાઉન-4.0 આગામી 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે હજી સુધી લૉકડાઉન-5ને લઇને સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ.એમ.પ્રભાકર સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી.