અહો આશ્ચર્યમ: લોકડાઉનમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલો આ શખ્સ રાતોરાત બન્યો કરોડપતિ
Thursday 21 May 2020
Comment
કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા દેશભરમાં નોકરી-ધંધા ઠપ્પ થયા છે અને દૈનિક જરૂરિયાત અને ગુજરાન માટે લોકોએ આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે એવા સમાચાર આવ્યા છે કે લોકડાઉનમાં એક શખ્સ રાતોરાત કરોડપતિ બની ગયો.
મીડિયા રિપોર્ટ મુજબ એક ભારતીય બિઝનસમેનને તાજેતરમાં દુબઈ ડ્યુટી ફ્રી(DDF) ડ્રોમાં કરોડો રૂપિયાની લોટરી લાગી છે. 43 વર્ષના આ બિઝનેસમેનનું નામ રાજન કુરિયન છે અને તે મૂળ કેરળ રાજ્યના કોટ્યમનો રહેવાસી છે. જે લોકડાઉન વચ્ચે બુધવારે કરોડપતિ બન્યો છે. લોટરીની આ રકમ લગભગ 7.6 કરોડ રૂપિયા છે.
રિપોર્ટ પ્રમાણે રાજન તરફથી લખવામાં આવ્યું કે દુનિયાભરમાં હાલની પરિસ્થિતિઓ વચ્ચે આ જીતથી તે ખૂબ જ ખૂશ છે. તેને જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજને જણાવ્યું કે ઓક્ટોબર મહિનાથી તે આ લોટરીની ટિકિટ્સ ખરીદી રહ્યો હતો. તેણે કહ્યું કે હવે તે આ લોટરીની એક મોટી રકમ કોરોના પીડિતો અને જરૂરિયાતમંદો માટે ખર્ચ કરશે. ઉપરાંત પોતાના પરિવાર અને બિઝનેસ માટે પણ લોટરીની અમુક મૂડીનો ખર્ચ કરશે.
0 Response to "અહો આશ્ચર્યમ: લોકડાઉનમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહેલો આ શખ્સ રાતોરાત બન્યો કરોડપતિ"
Post a Comment