14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Aatmnirbhar Gujarat yojana:  electricity bill waiver up to 100 units, 20% exemption in annual property tax

  • પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો માટે રૂ. 2300 કરોડની જોગવાઇ
  • ઉદ્યોગ વ્યવસાયો માટે પ્રોત્સાહક સબસીડી માટે રૂ. 3038 કરોડનું પેકેજ
  • ગુજરાત ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા માટે રૂ. 458.59 કરોડની જાહેરાત
  • કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ માટે રૂ. 1190 કરોડની રાહત
  • હાઉસિંગ સેક્ટર માટે રૂ. 1000 કરોડની જોગવાઇ
  • સ્વરોજગાર માટે રૂ. 525 કરોડની ફાળવણી
  • શ્રમિક કલ્યાણ માટે રૂ. 466 કરોડની જાહેરાત
  • રૂ. 5044.67 કરોડ અન્ય રાહતો આપવામાં આવી
અમદાવાદ. વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતીમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતી ઉદભવી છે તેમાંથી જનજીવન, વેપાર-ધંધા રોજગાર ઊદ્યોગ પૂન: ધબકતા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 14 હજાર કરોડના "આત્મનિર્ભર ગુજરાત" રાહત પેકેજની જાહેરાત કરી છે.  જેમાં 100 યુનિટ સુધીનું વીજબીલ માફ. વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ. 31મી જુલાઈ સુધી કોર્પોરેશનમાં ટેક્સ ભરે તેને 10% રિબેટ આપશે. જ્યારે 6 મહિનાના રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. 
ડૉ. હસમુખ અઢિયાની કમિટીના ભલામણોને આધારે પેકેજ જાહેર કરાયું
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે જે કમિટિની રચના ઇકોનોમીક રિવાઇવલની ભલામણો સુચવવા કરી હતી. આ કમિટિએ તેનો ઇન્ટરીમ રિપોર્ટ રાજ્ય સરકારને ત્રણ દિવસ પહેલાં આપ્યો હતો. આ રિપોર્ટનો સર્વગ્રાહી તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સમાજજીવનના આગેવાનો, ઊદ્યોગ-વેપાર મંડળો, વિવિધ સમાજવર્ગોના પ્રતિનિધિઓ સૌ સાથે મળીને ચર્ચા-વિચારણા પરામર્શની મેરેથોન ચિંતન બેઠકો કરી હતી તેની ફલશ્રુતિ રૂપે આ પેકેજ જાહેર કરાયું છે.
આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજના મુખ્યઅંશ
  • શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે
  • 100 યુનિટ સુધીનું વીજબિલ માફ થશે
  • 92 લાખ વીજગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે
  • 1 એપ્રિલથી 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો
  • જુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે
  • આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે
  • MSME માટે જિલ્લા નોડલ અધિકારીઓ નિમાયા
  • પશુપાલકોને ગાયદીઠ 900 રૂપિયા ચુકવાશે 
  • 20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે 
  • એસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયા
  • નાના વેપારીઓને 5 ટકા વીજબીલ માફ 
  • ખેતરોમાં ગોડાઉન બનાવવા રૂપિયા 350 કરોડની ફાળવણી 
  • વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
  • GIDCને ધમધમતી કરવા સરકારનો પ્રયાસ
  • CM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવ્યા
  • રૂા.10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી નોટીસ પરત ખેંચાશે. 
  • અલંગ શીપ યોર્ડમાં વાર્ષિક લીઝ રકમમાં ચાલુ વર્ષ માટે 30 ટકાની માફી  
રૂ. 14022 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો 
પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી
પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી અને રાહતો (રૂ. 2300 કરોડ) વાણિજ્યિક એકમોને વર્ષ 2020-21ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં 20%ની માફી આપવામાં આવશે. રૂપિયા 600 કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત 23 લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ 2020-21ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સ જો 31 જુલાઈ 2020 સુધી ચુકવવામાં આવશે તો 10%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત 72 લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. 144 કરોડની રાહત મળશે.
100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ 
માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું 100 યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. 650 કરોડના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે 92 લાખ વીજ ગ્રાહકોને મળશે.  
ઉદ્યોગોને કુલ રૂ. 200 કરોડનો ફિક્સ્‍ડ ચાર્જ માફ 
અંદાજે 33 લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-2020નો ફિક્સ્‍ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. 200 કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે. આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે 2020ના ફિકસ ચાર્જિસનું રૂ. 400 કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર 2020 થી ડિસેમ્બર 2020 એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.
નાના દુકાનદારોને  વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરાયો
વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટ્રાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી. આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર 20 ટકાથી ઘટાડી 15 ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના 30 લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. 80 કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.
63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી 
લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-2020 થી 30 સપ્ટેમ્બર-2020 સુધીના 6 મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત 63 હજાર વાહન ધારકોને રૂ. 221 કરોડની રોડ ટેક્ષ માફી મળશે. 
સરકારી કામો માટે કોન્ટ્રાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન
આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.
ઉદ્યોગ વ્યવસાયો માટે રૂ.3,038 કરોડની પ્રોત્સાહક સબસીડી 
રાજ્યમાં કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔધોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ.768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે.
ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડી
રાજ્યમાં ઔધોગિક ક્ષેત્રે ટેક્ષટાઇલ ઉદ્યોગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તેમજ વિપુલ પ્રમાણમાં રોજગારી પુરી પાડે છે. આવા ટેક્ષટાઇલ ઉદ્યોગોને રૂ. 450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ 2020 સુધીમાં કરવામાં આવશે. કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔધોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂ.150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે.
વેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 
રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને રૂ.1200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં  ભીડમાંથી રાહત મળશે. રાજ્યના 27 હજારથી વધુ ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ 2020 સુધીમાં ચુકવવામાં આવશે.
સોલાર રુફ ટોપ માટેની રૂ. 190 કરોડની સબસીડી
સોલાર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટેની રૂ. 190 કરોડની સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે. ગુજરાત એગ્રો-ઈન્‍ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને રૂ. 90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ 2020 સુધીમાં આપવામાં આવશે.

વિવિધ સેક્ટર પ્રમાણે રાહત પેકેજની વિગત


0 Response to "14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ"

Post a Comment

Native Banner