રાજ્યમાં જુલાઈ માસમાં સ્કૂલો શરૂ થવાની શકયતા : અમદાવાદની શાળામાં આવી છે તૈયારી

લોકડાઉન જાહેર થતા શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ સહિત વહીવટી કામકાજ પણ ઠપ્પ થઈ ગયું હતું. તેવામાં હવે જુલાઈ માસ કે તેના અંતમાં શાળા કોલેજો શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે.

 સરકાર દ્વારા અનલોક વન (Unlock-1) જાહેર કરવા સાથે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે અને જુલાઈ મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવી કે નહીં અને તેના નિયમો ઘડવાની સત્તા રાજ્ય સરકારને (state Government) સોંપાઇ છે. ત્યારે અમદાવાદના નારણપુરાની શાળાએ નિયમો સાથેનો મોડલ કલાસ (Model class) તૈયાર કર્યો છે. કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર થતા શૈક્ષણિક સંસ્થાઓ અભ્યાસ સહિત વહીવટી કામકાજ પણ ઠપ્પ થઈ ગયું હતું. તેવામાં હવે જુલાઈ માસ કે તેના અંતમાં શાળા કોલેજો શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. (સંજય ટાંક, અમદાવાદ) (પ્રતિકાત્મક તસવીર)

 આમ તો શૈક્ષણિક સંસ્થાઓ કઈ રીતે શરૂ કરવી કયા નિયમો સાથે શરૂ કરવી તેની ગાઈડલાઈન રાજ્ય સરકાર નક્કી કરવાની છે. તેનું પાલન દરેક શાળા કૉલેજો એ કરવાનું છે તેની સાથે સાથે કેટલીક શાળાઓએ શાળા શરૂ કરવાની તૈયારી ઓ કરી છે. જેમાં નારણપુરા ની વિજયનગર સ્કૂલએ કોવિડ 19ના (covid-19) સંક્રમણ બાદ જાહેર કરાયેલા નીતિ-નિયમોને ધ્યાને રાખી એક ક્લાસનું મોડલ તૈયાર કરાયું છે. જેમાં પહેલા સ્કૂલમાં 50 ટકા બાળકો સાથે સ્કૂલ શરૂ કરી શકાય.

 વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલમાં પ્રવેશ એ ત્યારે સોશિયલ ડિસ્ટન્સના જે સર્કલ કરવામાં આવ્યા છે તેના દ્વારા જ શિસ્ત સાથે પ્રવેશ કરે. બાળકો કલાસ સુધી પહોંચે તે દરમિયાન વિદ્યાર્થીઓ જાગૃત થઈ શકે તે માટે અલગ અલગ નિયમોના પોસ્ટર લગાવ્યા છે. ક્લાસમાં પણ દિવાલો પર વિદ્યાર્થીઓના ધ્યાને આવી શકે તેવા પોસ્ટર લગાવ્યા છે. ક્લાસમાં પણ એક બેન્ચમાં એક જ વિદ્યાર્થી બેસી શકે અને સોશિયલ ડિસ્ટન્સ રહે તે રીતે બેન્ચ પર ક્રોસ માર્ક કરવામાં આવ્યા છે.

 જેથી 36 વિદ્યાર્થીઓનો કલાસ હોય તો માત્ર 18 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બોલાવી શકાય. આ અંગે વિજયનગર સ્કૂલના પ્રિન્સિપાલ ધવલ પાઠક જણાવે છે કે આ સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથેનો મોડલ કલાસ અમે તૈયાર કર્યો છે. અમે જે નિયમો સાથે આ તૈયારી કરી છે.

 તેમ કેટલાક નિયમો વાલીઓ માટે પણ છે. જેમાં વાલીઓએ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરી તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ નિયમો સાથે શાળા શરૂ કરી શકાય તેવી તૈયારીઓ તો કરી છે. જેમાં સરકારી ગાઈડલાઈન જાહેર થાય ત્યારે તેમાં ફેરફાર કરી નિયમોનું પાલન કરાશે. (પ્રતિકાત્મક તસવીર)

0 Response to "રાજ્યમાં જુલાઈ માસમાં સ્કૂલો શરૂ થવાની શકયતા : અમદાવાદની શાળામાં આવી છે તૈયારી"

Post a Comment

Native Banner