MSMEને 20 હજાર કરોડ લોનના પ્રસ્તાવને મંજુરી, ખેડુતો માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત
Monday 1 June 2020
Comment
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેની જાણકારી સરકારના ત્રણ દિગ્ગજ મંત્રીઓએ આપી. જેમાં MSMEની પરિભાષા સંશોધિત કરવામાં આવશે.
કોરોના સામે કમર કસવા માટે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી. જેમાં ખેડૂતો, ઉદ્યોગોને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવ્યું કે, MSMEને 20 હજાર કરોડના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. જેનાથી રોજગારીની તકો વધશે, કેબિનેટના નિર્ણયથી કરોડો ખેડૂતોને પણ લાભ થશે.
જાવડેકરે જણાવ્યું કે, ખેડૂતોના ખરીફ પાક 20-21ના 14 પાકોનું લઘુત્તમ સમર્થન મુલ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ પાકો પર ખેડૂતોને પડતરના 50 થી 83% વધારે ભાવ મળશે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, દેશમાં 6 કરોડ MSME છે. MSMEથી દેશમાં 11 કરોડથી વધારે નોકરી મળી છે. 25 લાખ MSMEનું પુનર્ગઠનની આશા છે. નાના સેક્ટરમાં ટર્નઓવરની મર્યાદા 50 કરોડ કરી દેવામાં આવી છે. MSME હાલ કઠોર સમય માંથી પસાર થઈ રહ્યું છે. 2 લાખ MSME નવા ફંડથી શરૂ કરવામાં આવશે. નબળા ઉદ્યોગોને ઊભારવા માટે 4 કરોડના ફંડની મંજુરી મળી છે.
પીએમ સ્વનિધિ યોજનાથી ફેરિયાઓને મદદ કરવામાં આવશે. ફેરિયાઓને લોન મળશે. કોરોનાકાળમાં અર્થવ્યવસ્થાને ધક્કો લાગ્યો છે જેમાં આ વર્ગ વધારે પ્રભાવિત થયો છે. વડાપ્રધાને તેમની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો અને સરકાર તે દિશામાં આગળ વધી રહી છે જેનાથી ફેરિયાઓની જીંદગી પાટે ચડી શકે.
0 Response to "MSMEને 20 હજાર કરોડ લોનના પ્રસ્તાવને મંજુરી, ખેડુતો માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત"
Post a Comment