
કઈ રીતે બને છે હર્બલ ટી? અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓને આયુર્વેદિક હર્બલ ટીનો સહારો
Friday, 8 May 2020
Comment
તમે પણ દરરોજ ઘરે આયુર્વેદિક ચા બનાવીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો, જાણો હર્બલ ટી બનાવવાનીસરળ રીત.
દીપિકા ખુમાણ, અમદાવાદ : ભારત સરકારના આયુષ મંત્રાલય (Ministry of Ayush) દ્વારા કોરોના વાયરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબૂમાં લેવાના હેતુસર COVID-19ના દર્દીઓની રોગપ્રતિકારક (Immunity Booster) શક્તિમાં વધારો કરવા માટે તેમને દરરોજ હર્બલ ટી (Herbal Tea) આપવાનું સૂચવવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજ્ય સરકારની સૂચનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) તંત્ર દ્વારા COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને તા.30 એપ્રિલથી સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી ચા માટે) : તજ - 1 ગ્રામ, મરી - 3 નંગ, સૂંઠ - 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ - 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન - 20 નંગ, દેશી ગોળ - 5 ગ્રામ, લીંબુ - અડધી ચમચી. આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
સિવિલ ખાતે કોરોના દર્દીઓને હર્બલ ટી આપવામાં આવી રહી છે.
0 Response to "કઈ રીતે બને છે હર્બલ ટી? અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓને આયુર્વેદિક હર્બલ ટીનો સહારો"
Post a Comment