અમદાવાદ / સોમવારથી AMTS- BRTS શરૂ થશે પરંતુ નદી પાર બસ નહી જાય, 50 ટકા પેસેન્જર મુસાફરી કરી શકશે

અમદાવાદ / સોમવારથી AMTS- BRTS શરૂ થશે પરંતુ નદી પાર બસ નહી જાય, 50 ટકા પેસેન્જર મુસાફરી કરી શકશે

AMTS-BRTS will start from Monday but buses will not cross the river, 50 per cent passengers will be able to travel
source

  • લાલદરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં રહે, બસો નટરાજ સિનેમાથી ઉપડશે
  • 300 AMTS અને 125 જેટલી BRTS બસો રોડ પર દોડશે
  • પશ્ચિમ રૂટની બસ પશ્ચિમ બને પૂર્વ રૂટની બસ પૂર્વમાં જ જશે
રાજ્યમાં સોમવારથી એસટી, AMTS અને BRTS સેવાઓ શરૂ થવા જઈ રહી છે. 2 મહિના બાદ શહેરના રસ્તાઓ પર 300 AMTS અને 125 BRTS બસો દોડશે. જો કે AMTS-BRTSની બસોમાં માત્ર 50 ટકા જ સીટીંગ રહેશે જેથી બસમાં કોઈ જ ભીડ નહીં કરવા દેવામાં આવે. એક AMTSમાં 32ની કેપેસિટી છે પરંતુ 50 ટકા જ બેસવા દેવાના હોવાથી માત્ર 16 લોકો જ બેસી શકશે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસ સેવા નહીં
AMTSના ચેરમેન અતુલ ભાવસારે  વાતચીતમાં જણાવ્યું હતું કે, 300 બસો કાલથી શરૂ થશે. રૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બસ દોડશે નહીં. લાલદરવાજા બસ સ્ટેન્ડ કાર્યરત નહીં રહે. લાલદરવાજાની બસો નટરાજ સિનેમા પાસેથી બસો ઉપડશે. નદીની પાર કોઈ બસો જશે નહીં. સોશિયલ ડિસ્ટન્સ બસ સ્ટેન્ડ પર જળવાય તે માટે ફ્લાઈંગ સ્કવોડ અને વિજિલન્સ ટીમો તહેનાત કરવામાં આવશે.
કેટલાક રૂટમાં ફેરફાર
જ્યારે BRTSની 125 બસો ચાલુ કરવાની છે જેને લઈ બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા માટે ગાર્ડસ મુકવામા આવશે. બસમાં માત્ર 50 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. અલગ અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
બસો સેનેટાઈઝ કરાઈ
આવતીકાલથી બસો શરૂ થતાં આજે ડેપોમાં બસોને સેનેટાઈઝ કરવામાં આવી છે. તમામ બસોને સેનેટાઈઝ કરી માસ્ક પહેરીને ડ્રાઇવર બસ ચલાવશે. માસ્ક પહેરવું ફરજીયાત છે.

0 Response to "અમદાવાદ / સોમવારથી AMTS- BRTS શરૂ થશે પરંતુ નદી પાર બસ નહી જાય, 50 ટકા પેસેન્જર મુસાફરી કરી શકશે"

Post a Comment

Native Banner