દિલ્હીમાં ફરી Lockdown? સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હીમાં ફરી Lockdown? સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યું મહત્વનું નિવેદન

દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં. દિલ્હીમાં કોરોના વાયરસથી થઈ રહેલા મૃત્યુના સાચા આંકડા પર પૂછાયેલા સવાલ પર જૈને કહ્યું કે MCD મૃત્યુના આંકડા પર ભ્રમ ફેલાવી રહી છે. 
Corona: દિલ્હીમાં ફરી Lockdown?  સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યું મહત્વનું નિવેદનદિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં લોકડાઉનને આગળ વધારવામાં આવશે નહીં. દિલ્હીમાં કોરોના વાયરસથી થઈ રહેલા મૃત્યુના સાચા આંકડા પર પૂછાયેલા સવાલ પર જૈને કહ્યું કે MCD મૃત્યુના આંકડા પર ભ્રમ ફેલાવી રહી છે. 

સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે એમસીડીનો દાવો છે કે દિલ્હીમાં કોરોના સંક્રમણથી 2098 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો જવાબ આપતા તેમણે કહ્યું કે, 'કોરોના વાયરસના સંક્રમણથી  થયેલા મૃત્યુની જાણકારી તેમણે એમને કેમ ન મોકલી? નામ, ઉંમર, રિપોર્ટ જેવી તમામ જાણકારીઓની જરૂર હોય છે. તેમને કોવિડ પોઝિટિવ રિપોર્ટની સાથે સાથે મૃતકોની સંખ્યાની સૂચિ પૂછો.'

જૈને કહ્યું કે 1918 બાદ આવેલા આ સૌથી મોટી મહામારી છે. કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાય છે. આવનારા દિવસો માટે અમે અમારી તૈયારી કરી રહ્યા છીએ અને અમે કેન્દ્ર સરકાર પાસે પણ મદદ માંગી છે. અમે કોવિડ 19ને પહોંચી વળવા માટે વ્યાપક સ્તરે તૈયારીઓ કરી રહ્યાં છીએ. 

દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 10,956 નવા કેસ, 396 લોકોના મૃત્યુ
ભારત (Coronavirus in India) માં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે તો રેકોર્ડતોડ વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,956 નવા કેસ નોંધાયા છે. જ્યારે 396 લોકોએ એક જ દિવસમાં કોરોના (Corona Virus) ના લીધે જીવ ગુમાવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3 લાખ નજીક પહોંચ્યો છે. જ્યારે 8498 જેટલા લોકોએ અત્યાર સુધીમાં કોવિડ 19થી જીવ ગુમાવ્યાં છે. 

અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના કુલ 297535 કેસ છે. જેમાંથી 141842 એક્ટિવ કેસ છે અને 147195 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં 8498 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. 
આ ચાર રાજ્યો સૌથી વધુ કોરોના પ્રભાવિત
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 97648 કેસ નોંધાયા છે. જેમાંથી 47980 એક્ટિવ કેસ છે અને 46078 લોકો સાજા થયા છે. જ્યારે 3590 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજા ક્રમે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 38716 કેસ નોંધાયા છે. જેમાંથી 17662 એક્ટિવ કેસ છે અને 20705 લોકો ડિસ્ચાર્જ થયા છે. 349 લોકોના કોવિડ 19થી મૃત્યુ થયા છે. 

0 Response to "દિલ્હીમાં ફરી Lockdown? સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને આપ્યું મહત્વનું નિવેદન"

Post a Comment

Native Banner