5 જૂને ચંદ્રગ્રહણઃ આ ગ્રહણ મંદ હોવાથી તેનું સૂતક લાગશે નહીં, પૂજા-પાઠ કરી શકાશે

5 જૂને ચંદ્રગ્રહણઃ આ ગ્રહણ મંદ હોવાથી તેનું સૂતક લાગશે નહીં, પૂજા-પાઠ કરી શકાશે

Lunar eclipse on June 5: As this eclipse is slow, it will not feel pregnant, worship can be done.

  • શુક્રવારે જેઠ મહિનાની પૂનમ, આ તિથિએ સત્યનારાયણ ભગવાનની કથા કરવાની પરંપરા
શુક્રવાર, 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ પણ થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ ગ્રહણ મંદ રહેશે. જેથી તેની ધાર્મિક અસર થશે નહીં. ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. જેના કારણે પૂર્ણિમા સાથે જોડાયેલાં પૂજન કર્મ કરી શકાશે.
સત્યનારાયણની કથાનો પાઠ કરોઃ-
દર મહિનાની પૂર્ણિમા તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. ભગવાન સત્યનારાયણ વિષ્ણુજીનું જ એક સ્વરૂપ છે. આ સ્વરૂપનો સંદેશ એ છે કે, આપણે ક્યારેય ખોટું બોલવું જોઇએ નહીં, હંમેશાં સત્ય બોલવું જોઇએ. જે લોકો અસત્ય બોલે છે, તેમના જીવનમાં પરેશાનીઓ આવે છે.
વિષ્ણુજી અને મહાલક્ષ્મીનો અભિષેક કરોઃ-
પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ સાથે જ દેવી લક્ષ્મીનો અભિષેક કરો. જેના માટે દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને આ દૂધ ભગવાનને અર્પણ કરો.
મંત્રનો જાપ કરોઃ-
પૂર્ણિમાએ તમારા આરાધ્યદેવના મંત્રનો જાપ કરવો જોઇએ. વિષ્ણુજીનો મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય, શિવ મંત્ર ૐ નમઃ શિવાય, ગણેશ મંત્ર શ્રીગણેશાય નમઃ, સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમઃ, દેવી મંત્ર દું દુર્ગાય નમઃ, હનુમાન મંત્ર ૐ રામદૂતાય નમઃ, શ્રીકૃષ્ણના મંત્ર કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો.
જરૂરિયાતમંદ લોકોને દાન કરોઃ-
આ દિવસે તમારા સામર્થ્ય પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન કરો. દાનમાં ધન અને અનાજનું દાન આપી શકો છો.

આ પણ વાંચો,

8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી

0 Response to "5 જૂને ચંદ્રગ્રહણઃ આ ગ્રહણ મંદ હોવાથી તેનું સૂતક લાગશે નહીં, પૂજા-પાઠ કરી શકાશે"

Post a Comment

Native Banner