8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી

8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી



અનલોક 1 ગાઈડલાઈન મુજબ કેન્દ્ર સરકારે 8 જૂનથી મંદિરો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. જે બાદ ગુજરાતમાં પણ લોકડાઉનમાં બંધ મંદિરોનાં કપાટ ફરીથી ખુલશે. ગુજરાતનાં પ્રખ્યાત સોમનાથ, દ્વારકાધીશ, શામળાજી, અંબાજી, ડાકોર સહિતનાં મંદિરો ફરીથી ખુલશે. પણ કોરોના મહામારીને કારણે મંદિરોમાં સંક્રમણ ન ફેલાઈ તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ અલગ-અલગ મંદિરોમાં કેવી છે તૈયારીઓ.

Chania


શામળાજી મંદિરને હાલ સંપુર્ણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે. મંદિરમાં દર્શને આવનાર શ્રદ્ધાળુઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવિું ફરજિયાત રહેશે. સરકાર દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવશે તેનું ચોક્કસ પાલન કરવામાં આવશે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. અને કોઈપણ જાતની કનડગત ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

Chania

લોકડાઉનનાં પગલે પ્રભાસતીર્થનાં અનેક દેવાલયો બંધ થયા હતા. સોમનાથ ટ્રસ્ટ હસ્તકનાં 40 જેટલાં મંદિરોના દ્વાર ખુલશે. 70 દિવસ બાદ દેવાલયોનાં દ્વાર ખોલવા સરકારે નિર્ણય જાહેર કરતાં ખુશીની લહેર છવાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર નજીક શોપીંગ સેન્ટર ના વેપારીઓ પણ રોજગાર ધંધા ફરી શરૂ થશે તેને લઇ ખુશખુશાલ બન્યા છે.

Chania

ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સેનિટાઈઝ ટર્નલ બનાવવામાં આવી છે. જેથી ભક્તો આવે તો તેમાંથી સેનિટાઈઝ થઈને મંદિરમાં જઈ શકે. ખાસ જ્યારે ઘણા લાંબા સમયથી મંદિરો બંધ છે ત્યારે ભક્તો આતુર છે કે ક્યારે મંદિર ખુલે અને ભગવાનના દર્શન થાય. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા આવી રહી છે, ત્યારે આ વખતે 5 જૂને યોજાનારી જલયાત્રામાં પણ ભક્તો સામેલ નહી થઈ શકે. જેથી 8 તારીખને લઈને અત્યારથી જ મંદિર ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Chania

દ્વારકાધીશનાં મંદિરમાં પણ સેનિટાઈઝ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનું પાલન કરવામાં આવશે. તો ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ અગાઉ ફક્ત પુજારીઓ અને સેવકો માટે સેનિટાઈઝ ટનલ લગાવવામાં આવી છે. તો શ્રદ્ધાળુઓને લઈને પણ ખાસ પ્રકારની વ્યવસ્થા માટે આયોજન કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો,Unlock 1.0 : રાજ્યમાં ST સાથે ખાનગી બસો પણ દોડશે, સરકારે બહાર પાડ્યું જાહેરનામું  


0 Response to "8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, જાણો દ્વારકાધીશ, શામળાજી, સોમનાથ સહિતનાં મંદિરોમાં કેવી છે તૈયારી"

Post a Comment

Native Banner