30 જૂન સુધી 15G અને 15H ફોર્મ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે, નહીં તો FD અથવા બચત ખાતા પર મળેલા વ્યાજ પર ટેક્સ લાગશે
Thursday 4 June 2020
Comment
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં ઇન્ટરનેટ બેંકિંગ 15G અને 15Hને ઓનલાઈન જમા કરવાની મંજૂરી આપી
- બંને ફોર્મ ટેક્સેશનથી બચવા માટે કરદાતાઓ ભરે છે, જે ટેક્સ અંતર્ગત નથી આવતા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં ઇન્ટરનેટ બેંકિંગ 15G અને 15Hને ઓનલાઈન જમા કરવાની મંજૂરી આપી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ ફોર્મ 15G / ફોર્મ 15H માન્યતા 30 જૂન 2020 સુધી વધારી દીધી છે. 30 જૂન સુધી આ ફોર્મ જમા કરાવવાનું રહેશે નહીં તો તમારી FD (ફિક્સ્ડ ડિપોઝિટ) અથવા સેવિંગ અકાઉન્ટ પર મળતા વ્યાજ પર TDS (ટેક્સ ડિડક્ટ એટ સોર્સ ) કાપવામાં આવશે. આ બંને ફોર્મ ટેક્સેશનથી બચવા માટે કરદાતાઓ ભરે છે, જે ટેક્સ અંતર્ગત નથી આવતા.
આ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
આ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
- SBIના ખાતાધારકો ઓનલાઈન તેના અકાઉન્ટમાં લોગઈન કરવાનું રહેશે
- ત્યાર બાદ ઈ-સર્વિસ અંતર્ગત ફોર્મ જમા કરાવી શકે છે
- લોગઈન કર્યા બાદ ‘E-services’ના ’15G / H’ ઓપ્શનને પસંદ કરો
- હવે ફોર્મ 15G અથવા 15H ફોર્મ ને પસંદ કરો
- ત્યારબાદ Customer Information File (CIF) Number પર ક્લિક કરો અને સબમિટ કરો.
- આટલું કર્યા બાદ તમારી સામે એક નવી ઈન્ટરફેસ ઓપન થશે જ્યાં અન્ય માહિતી માંગવામાં આવશે.
- આ માહિતી ભર્યા બાદ તેને સબમિટ કરો.
- હવે એક નવું ટેબ ઓપન થશે જ્યાં તમારે ફરી એક વખત નવી માહિતી ભરીને 'કન્ફર્મ' પર ક્લિક કરવાનું રહેશે
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર OTP (વન ટાઈમ પાસવર્ડ) આવશે. OTP દાખલ કરો અને 'કન્ફર્મ' પર ક્લિક કરો
- એકવાર ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયા પછી, UIN નંબર જનરેટ થશે. ફોર્મને ડાઉનલોડ કરવા માટે એક હાઈપરલિંક કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
કેમ જરૂરી છે ફોર્મ 15G અથવા ફોર્મ 15H ફોર્મ
ફોર્મ 15G અથવા ફોર્મ 15H સ્વ-ઘોષણાવાળા ફોર્મ છે. તેમાં તમારે જણાવવું પડે છે કે તમારી આવક ટેક્સની મર્યાદાની બહાર છે. જે આ ફોર્મ ભરે છે તેને ટેક્સમાંથી રાહત મળે છે. જે નથી ભરતા તે લોકો ટેક્ટ અંતર્ગત આવે છે અને વ્યાજથી થતી આવકમાંથી જરૂરી ટેક્સ કાપવામાં આવે છે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H એક વર્ષ માટે હોય છે. જો કે, ફોર્મ નહીં ભરો તો TDS કપાઈ જશે.

શું હોય છે TDS?
જો કોઈની કોઈ આવક હોય, તો તે આવકમાંથી ટેક્સ કાપીને જો વ્યક્તિને બાકીની રકમ આપવામાં આવે, તો પછી કર તરીકે કપાતી રકમને TDS કહેવામાં આવે છે. સરકાર TDS દ્વારા ટેક્સ વસૂલે છે. અલગ અલગ પ્રકારના આવકના સ્ત્રોત પર TDS કાપવામાં આવે છે, જેમ કે, સેલરી, કોઈપણ રોકાણ અથવા કમિશન પરના વ્યાજ વગેરે. કોઈપણ સંસ્થા (જે TDSના દાયરામાં આવે છે) જે ચૂકવણી કરે છે, તે ચોક્કસ રકમ TDS તરીકે કાપવામાં આવે છે.

0 Response to "30 જૂન સુધી 15G અને 15H ફોર્મ ઓનલાઈન જમા કરાવવાનું રહેશે, નહીં તો FD અથવા બચત ખાતા પર મળેલા વ્યાજ પર ટેક્સ લાગશે"
Post a Comment