શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને HC આપ્યો સૌથી મોટો ઝાટકો, 2017ની ધોળકાની ચૂંટણી રદ્દ કરી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને HC આપ્યો સૌથી મોટો ઝાટકો, 2017ની ધોળકાની ચૂંટણી રદ્દ કરી

 ગુજરાત વિધાનસભાની ચૂંટમીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટો ઝાટતો લાગ્યો છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ચુડાસમાની વિરૂધ્ધમાં આવ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં થયેલ અરજી પર આજે મોટો નિર્ણય આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મોટો ઝાટકો લાગ્યો છે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ધોળકાની બેઠક રદ્દ કરવા આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં આજે 2017ની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરતી પિટીશન પર ચુકાદો આવવાના હતા. જેમાં ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ગુજરાતના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરવાનો આદેશ આપી દીધો હતો. મતની ગણતરીને લઈ કોર્ટે અવલોકન કર્યું હતું. જેમાં HCએ જણાવ્યું હતું કે, 429 પોસ્ટલ મત ગેરકાયદે રીતે બાકાત રખાયા હતા.
ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ચુડાસમાને મોટો ફટકો પડ્યો હતો. અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે, ઉમેદવારે રિ કાઉન્ટિંગ પણ આપ્યું નહોતું. 14 મુદ્દા પર કોર્ટે અવલોકન કર્યું હતું. કોર્ટના આદેશ બાદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સત્યમેવ જયતે”,
આજે ગુજરાત હાઈકોર્ટમાંથી ભૂપેન્દ્રસિંહને મોટો ફટકો પડતા હવે ચૂંટણી રદ થશે અને ચૂંટણી રદ્દ થશે તો ધારાસભ્ય નહીં રહે. પરંતુ આ તમામ વાતો વચ્ચે ચુડાસમા પાસે HCના ચુકાદાને SCમાં પડકારી શકે છે. ભૂપેન્દ્રસિંહ પાસે સુપ્રિમ કોર્ટમાં જવાનો વિકલ્પ હજુ ખુલ્લો છે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી.
છે સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ભવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.
ચૂંટણી પંચના નિયમ અનુસાર EVMની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVMની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસણા માટે હવે શું થઈ શકે?  

0 Response to "શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને HC આપ્યો સૌથી મોટો ઝાટકો, 2017ની ધોળકાની ચૂંટણી રદ્દ કરી"

Post a Comment

Native Banner