LIC પોલિસીધારક 30 જૂન સુધી ઘરે બેઠા ઓનલાઈન મેચ્યોરિટી ક્લેમ કરી શકશે, ફક્ત એક ઇમેલ કરવાનો રહેશે

LIC પોલિસીધારક 30 જૂન સુધી ઘરે બેઠા ઓનલાઈન મેચ્યોરિટી ક્લેમ કરી શકશે, ફક્ત એક ઇમેલ કરવાનો રહેશે

  • LICની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, પોલિસીધારકે ઈમેલ દ્વારા મેચ્યોરિટી અથવા અન્ય ક્લેમ માટે રિક્વેસ્ટ સેન્ડ કરવાની રહેશે
  • આ સુવિધાનો લાભ તે લોકો લઈ શકે છે જેમની પાસે પોલિસી મેચ્યોર થઈ ગઈ હોય અને તમામ પ્રીમિયમની ચૂકવણી યોગ્ય રીતે કરવામાં આવી હોય
Life Insurance Corporation - Wikipedia
કોરોનાવાઈરસ મહામારી અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને જીવન વીમા નિગમ (LIC)ના જણાવ્યા પ્રમાણે, મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે હવે ગ્રાહકોને LICની બ્રાંચમાં જવાની જરૂર નથી. હવે તેઓ ઘરે બેઠા અરજી કરી શકશે. LICના જણાવ્યા પ્રમાણે, તેના માટે પોલિસીધારકને પોલિસી, KYC (નો યોર કસ્ટમ)ના દસ્તાવેજ, ડિસ્ચાર્જ ફોર્મ અને અન્ય દસ્તાવેજોને સ્કેન કરીને ઈમેલ દ્વારા સંબંધિત બ્રાંચને મોકલવા પડશે. આ સુવિધા 30 જૂન સુધી વધારી દેવામાં આવી છે.
પ્રોસેસ
LICની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, પોલિસીધારકે ઈમેલ દ્વારા મેચ્યોરિટી અથવા અન્ય ક્લેમ માટે રિક્વેસ્ટ સેન્ડ કરવી પડશે. આ મેલ bo@licindia.com મોકલવાનો રહેશે. બ્રાંચ કોડની જગ્યાએ તમારે તમારો બ્રાંચ કોડ ભરવો પડશે. જેમ કે, જો તમારા બ્રાંચનો કોડ 883 છે, તે આ મેલ bo883@licindia.com પર મોકલવાનો રહેશે. 

આટલી બાબતોનું ધ્યાન રાખવું
સ્કેન કરવામાં આવેલા દસ્તાવેજોની સાઈઝ 5MBથી વધારે ન હોવી જોઈએ. સ્કેન કરવામાં આવેલા દસ્તાવેજ JPEG અથવા PDF ફોર્મેન્ટમાં હોવા જોઈએ. આ ઈમેલ આઈડીનો ઉપયોગ માત્ર ક્લેમ રિક્વેસ્ટ મોકલવા માટે કરવાનો રહેશે. LICના જણાવ્યા પ્રમાણે, ઈમેલનો વિષય પોલિસી નંબર હશે. 

કોણ કરી શકે છે મેલ દ્વારા ક્લેમ
આ સુવિધાનો લાભ તે લોકો લઈ શકે છે જેમની પોલિસી મેચ્યોર થઈ ગઈ છે અને તમામ પ્રીમિયમની ચૂકવણી યોગ્ય રીતે કરવામાં આવી હોય. વધારે જાણકારી માટે તમે LICના હેલ્પલાઈન નંબર 022 6827 6827 પર કોલ કરી શકો છો અથવા LICની ઓફિશિયલ વેબસાઈટ https://www.licindia.in/ પર જઈને જાણકારી મેળવી શકો છો.

0 Response to "LIC પોલિસીધારક 30 જૂન સુધી ઘરે બેઠા ઓનલાઈન મેચ્યોરિટી ક્લેમ કરી શકશે, ફક્ત એક ઇમેલ કરવાનો રહેશે"

Post a Comment

Native Banner