અમદાવાદ : શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

અમદાવાદ : શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

પોલીસ લૉકડાઉનનું પાલન કરાવતી હતી તે સમયે સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યોઅમદાવાદ : 

અમદાવાદ : શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા

અમદાવાદના શાહપુર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસ લૉકડાઉનનું પાલન કરાવતી હતી તે સમયે સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા છે.

શાહપુર પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. લૉકડાઉનનો કડક અમલ કરાવતા સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો અને હુમલો કર્યો હતો. પોલીસે સમજાવીને જતા રહેવાનું કહેતા લોકો ઉશ્કેરાઈ અને બુમાબુમ કરી હતી. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.

SVP હોસ્પિટલમાં આજે વધુ 30 દર્દીએ કોરોનાને મ્હાત આપી
શહેરની SVP હોસ્પિટલમાંથી આજે વધુ 30 દર્દીએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામા આવી છે. SVP હોસ્પિટલમાંથી દરરોજ 30થી વધુ દર્દીઓ સાજા થઈ અને ઘરે પરત ફરી રહ્યા છે.

રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, મંજૂરી વગર પ્રવેશ નહીં મળે - શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો આપતા ડીજીપી શિવાનંદ ઝાએ ઉમેર્યુ કે, જે પરપ્રાંતીયો રાજસ્થાન જવા નીકળ્યા છે તે તમામને અપીલ છે કે રાજસ્થાન બોર્ડર સીલ કરાઇ છે એટલે પ્રવેશ મળશે નહીં સંબંધિત જિલ્લા કલેકટર કે ગૃહ વિભાગની મંજૂરી હશે તો જ પ્રવેશ મળશે એ સિવાય પ્રવેશ મળશે નહીં એટલે પરપ્રાંતીયોએ ત્યાં જવું હિતાવહ નથી.

0 Response to "અમદાવાદ : શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા"

Post a Comment

Native Banner