જનધન ખાતામાં મહિલા લાભાર્થીઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો 5 જૂનથી આપવામાં આવશે

જનધન ખાતામાં મહિલા લાભાર્થીઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો 5 જૂનથી આપવામાં આવશે

The third installment of Rs 500 will be given to women beneficiaries in Jandhan account from June 5

  • ભારતીય બેંક એસોસિયેશને ટ્વીટ કરીને આ જાણકારી આપી
  • સરકારે મહિલા ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાના ત્રીજા હપ્તા જમા કરવાનું શરૂ કરી દીધું
કોરોના સંકટના સમયમાં લોકડાઉનની વચ્ચે ગરીબોને રાશન અને આર્થિક સહાય આપવાની યોજના ચાલી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત PMJDYની મહિલા ખાતા ધારકોને જૂન મહિનાના 500 રૂપિયાના હપ્તા બેંકોને મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય બેંક એસોસિયેશને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.  બેંકોની શાખાઓમાં ભીડ ના થાય તે માટે નીચે આપવામાં આવેલ ટાઇમ ટેબલ પ્રમાણે બ્રાંચ, CSP, બેંક મિત્રો પાસેથી રકમ લેવી. સરકારે મહિલા ખાતાધારકોના ખાતામાં 500 રૂપિયાના ત્રીજા હપ્તા જમા કરવાનું શરૂ કરી દીધું છે. જાણો તમારા ખાતામાં ક્યારે પૈસા આવશે...


IBA_Chief_Executive@ChiefIba
प्रधानमंत्री गरीब कल्याण पैकेज के तहत, PMJDY के महिला खाता धारकों को ₹ 500 की जून माह की किश्त बैंकों में भेजी जा रही है। पैसे पूरी तरह सुरक्षित हैं, बैंकों में भीड़ से बचने के लिए नीचे वाले समय सारणी अनुसार ब्रांच, CSP, बैंक मित्रों से रक़म लें।@DFS_India
View image on Twitter
185
12:08 AM - Jun 3, 2020
Twitter Ads info and privacy
66 people are talking about this





તમારા ખાતાના છેલ્લા આંકડા યાદ રાખો
તારીખજનધન અકાઉન્ટના છેલ્લા આંકડા
5 જૂન છેલ્લી સંખ્યા 0 અથવા 1 છે
6 જૂન છેલ્લી સંખ્યા 2 અથવા 3 છે
8 જૂનછેલ્લી સંખ્યા 4 અથવા 5 છે
9 જૂનછેલ્લી સંખ્યા 6 અથવા 7 છે
10 જૂનછેલ્લી સંખ્યા 8 અથવા 9 છે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો હિસ્સો છે આ 500 રૂપિયા
નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે, માર્ચના અંતમાં પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) અંતર્ગત આવતી તમામ મહિલા ખાતાધારકોને ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયા  અનુગ્રહ રકમ (એક્સ-ગ્રેટિયા) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ રકમ 1.7 લાખ કરોડ રૂપિયાના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો હિસ્સો છે. 
ઉલ્લેખનીય છે કે, સરકારે આ પેકેજમાં જનધાન ખાતાધારક મહિલાઓને ત્રણ મહિના સુધી દર મહિને 500 રૂપિયાની મદદ ઉપરાંત ગરીબોને મફતમાં અનાજ, કઠોળ અને રાંધણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ખેડૂતો, વૃદ્ધોને પણ આ યોજના અંતર્ગત રોકડની સહાય પૂરી પાડવામાં આવી જેથી તેઓને સંકટના સમયમાં થોડી રાહત મળી શકે. 
આ પણ વાંચો:- 

ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

0 Response to "જનધન ખાતામાં મહિલા લાભાર્થીઓને 500 રૂપિયાનો ત્રીજો હપ્તો 5 જૂનથી આપવામાં આવશે"

Post a Comment

Native Banner