વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0
Sunday 17 May 2020
Comment
PM નરેન્ર્ મોદીએ દેશના નાગરિકો પાસે લૉકડાઉન બાદના ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે
નવી દિલ્હીઃ દેશને કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચાવવા માટે લૉકડાઉન (Lockdown)ના ચોથા ચરણની શરૂઆત આજથી કરી દેવામાં આવી છે. ગુજરાત (Gujarat)માં આજે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે અને તેનો અમલ મંગળવારથી કરવામાં આવશે. લૉકડાઉનનું ચોથું ચરણ 31 મેના રોજ ખતમ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ‘મન કી બાત’ પણ કરશે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ મોદી આ દિવસે ‘મન કી બાત’ના માધ્યમથી કોરોના પર દેશની સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે.
મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ 11 વાગ્યે મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધશે. વડાપ્રધાન નરેન્ર્ન મોદીએ નમો એપ અને જીઓવી પર સૂચનો માંગ્યા છે. નોંધનીય છે કે આ દિવસે લૉકડાઉનનું ચોથા ચરણ ખતમ થઈ રહ્યું છે. એવામાં પીએમ નરેન્ર્o મોદીએ દેશના નાગરિકો પાસે ભવિષ્યની રણનીતિને લઈ સૂચનો પણ માંગ્યા છે.
I look forward to your ideas and inputs for this month’s #MannKiBaat, which will take place on the 31st. You can:
Record a message by dialling 1800-11-7800.
Write on NaMo App or MyGov. mygov.in/group-issue/in …
11.7K8:52 AM - May 18, 2020
3,576 people are talking about this
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ દેશને લઈ કોઈ નિર્ણય લેવાનો હોય છે તે સમયે દેશના નાગરિકોના સૂચનો મંગાવે છે. જો તમે પણ ‘મન કી બાત’માં આપના સૂચનો આપવા માંગો છો તો 1800-11-7800 નંબર પર પોતાની વાત રજૂ કરી શકો છો.
0 Response to "વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 મેના રોજ 11 વાગ્યે કરશે ‘મન કી બાત’, આ દિવસે ખતમ થશે Lockdown 4.0"
Post a Comment