રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન?

રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન?

રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન?

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સરસપુર આવેલા રણછોડરાય મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એક તરફ તો છે કે જેઓ આ વર્ષે ભગવાન ને લાડ લડાવવા માટે મંદિર નથી જઈ શકતા તો બીજી તરફ સરસપુર ગામમાં પણ ભગવાનના જમણવાર ને લઈને હતાશા છે. કારણ કે સરસપુર આવેલી 9 થી વધારે પોળમાં આ  વર્ષે નહિ થાય  એક પણ રસોડું. ભગવાનની રથયાત્રા કન્ટેન્ટ એરિયામાંથી પસાર થતી હોવાને કારણે આ વખતે સરસપુર વિસ્તારમાં ભક્તોની ભીડ ન થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

100 વર્ષ જૂનું સરસપુર રસોડું પણ રહેશે બંધ

સરસપુર વિસ્તારમાં આવેલી લુહારની શેરીમાં ભગવાન જગન્નાથનું સૌથી જૂનું રસોડું બનાવવામાં આવે છે. રસોડામાં ૧૦૦૦ કિલો બટાકાનું શાક એક હજારથી તો ભૂલ્યો ૫૦૦ કિલો મોહનથાળ 500 લિટર કઢી અને ૧૦૦૦ કિલો ખીચડી બનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે રસોડા નો કાર્યક્રમ મોકૂફ રખાતા લુહાર ની શેરીમાં તમામ રહિશો હતાશ બન્યા છે. આ અંગે લુહાર ની શેરીમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે આ વર્ષે સરસપુર એક પણ ઘરમાં રસોડું નહીં થાય. હશે લુહારની શેરીમાં ૧૭૦૦થી ૧૮૦૦ લોકો એક સાથે મળીને રથયાત્રાના ત્રણ દિવસ પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે આ વર્ષે સૌથી મોટા લુહાર ની શેરી ના રસોડામાં એક પણ ભક્ત જમી નહિ શકે.

દર વર્ષે રથયાત્રામાં સરસપુરના જમવાનું કેવું હોય છે આયોજન ?

સરસપુરની વિવિધ પોળમાં બે લાખથી વધુ લોકો માટે રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે.જેની પાછળ  કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.. રથયાત્રાના દિવસે સરસપુરમાં  નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ કરવામાં આવે છે.રથયાત્રાના એક દિવસ પહેલા સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે  હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરવામાં આવે છે.. જેમાં આગંતુક સાધુ-સંતોને અકીલા પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, પૂરી, શીરો જમાડી  તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરવામા આવે છે. રથયાત્રા ના 1 દિવસ પહેલા દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં  વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે.. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા  આપી સન્માન કરાય છે.

કેટલી પોળોમાં બને છે ભક્તો માટે રસોડું ?સૌથી મોટુ રસોડુ લુહાર શેરી અને વાસણ શેરીનું હોય છે. આ સિવાય સાળવી વાડ , પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રથયાત્રિકો માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવે છે.  પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડે છે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ દ્વારા જ છેલ્લા કેટલાક દિવસથી જુદી જુદી પોળમાં ખાસ આયોજન કરવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા પણ રહી છે.

0 Response to "રથયાત્રા: સરસપુરનું રસોડું પણ રહેશે બંધ, કેટલી પોળમાં બને છે રસોડુ, દર વર્ષે કેવું હોય છે આયોજન?"

Post a Comment

Native Banner