Solar Eclipse 2020: ક્યારે છે સૂર્ય ગ્રહણ અને ભારતમાં ક્યાં જોવા મળશે?
Monday 8 June 2020
Comment
ભારતમાં કયા સમયની વચ્ચે 2020ના પહેલા સૂર્ય ગ્રહણને જોઈ શકાશે?
સૂર્ય ગ્રહણ 2020 (Solar Eclipse 2020/ Surya Grahan Date): વર્ષ 2020નું પહેલું સૂર્ય ગ્રહણ 21 જૂનના દિવસે થશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ છે. ગ્રહણમાં સૂર્યનો લગભગ 94 ટકા હિસ્સો ચંદ્રથી ઢંકાઈ જશે એટલે કે ગ્રહણ લાગશે. પૂર્ણ સૂર્ય ગ્રહણ હોવાના કારણે દિવસમાં અંધારું છવાઈ જશે. અ વખતે સૂર્ય ગ્રહણ કોરોના કાળ (Covid 19 Lockdown)માં થઈ રહ્યું છે.
ભારતના કયા ભાગમાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?
21 જૂને થનારા આ વાર્ષિક સૂર્ય ગ્રહણને આફ્રિકાના અનેક હિસ્સાઓમાં જોઈ શકાશે. આફ્રિકામાં તે સેન્ટ્રલ રિપબ્લિક, કાંગો અને ઇથોપિયામાં જોઈ શકાશે. આ ઉપરાંત આ સૂર્ય ગ્રહણ પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં, ઉત્તર ભારત અને ચીનમાં જોઈ શકાશે.

સૂર્ય ગ્રહણનો સમય
ભારતીય સમય મુજબ, સૂર્ય ગ્રહણ 21 જૂને સવારે 9:15થી શરૂ થશે અને સાંજે 3:04 મિનિટ સુધી ચાલશે. પૂર્ણ ગ્રહણ બપોરે 12:10 વાગ્યે જોઈ શકાશે.
ભારતીય સમય મુજબ, સૂર્ય ગ્રહણ 21 જૂને સવારે 9:15થી શરૂ થશે અને સાંજે 3:04 મિનિટ સુધી ચાલશે. પૂર્ણ ગ્રહણ બપોરે 12:10 વાગ્યે જોઈ શકાશે.
સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી પસાર થાય છે. આ સમય અવધિમાં ચંદ્ર સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતાં રોકે છે અને ચંદ્રની પૃથ્વી પર જે છાયા પડે છે તેને જ સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.
0 Response to "Solar Eclipse 2020: ક્યારે છે સૂર્ય ગ્રહણ અને ભારતમાં ક્યાં જોવા મળશે?"
Post a Comment