આવતીકાલે જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ

આવતીકાલે જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. 
આવતીકાલે જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ, 9 જૂને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. 
વેબસાઇટ પર જાહેર થશે પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આવતીકાલે બોર્ડની વેબસાઇટ  www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આવતીકાલે ગુણપત્રનું વિતરણ કરવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને માર્કશીટ ક્યારે મળશે તેની જાહેરાત હવે પછી બોર્ડ દ્વારા કરવામાં આવશે. 
10.80 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષામાં આશરે 10.80 જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. રાજ્યના કુલ 81 ઝોનના 934 કેન્દ્રો પર ધોરણ-10ની પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદમાં 1 લાખ 17 હજાર 777 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ધોરણ-10ના બધા પેપર 80 માર્કના હતા. તો અમદાવાદમાં 39 જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી.

ચેતવણી! 4 કરોડ લોકોના ફોનમાં છે 2020ની સૌથી ખતરનાક એપ, ફટાફટ ડિલિટ કરવાની સલાહ


0 Response to "આવતીકાલે જાહેર થશે ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ"

Post a Comment

Native Banner