પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો, ટ્વીટ કરીને કહ્યુ, 'મારા માટે દુઆ કરો'

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો, ટ્વીટ કરીને કહ્યુ, 'મારા માટે દુઆ કરો'

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો, ટ્વીટ કરીને કહ્યુ, 'મારા માટે દુઆ કરો'

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન શાહિદ અફ્રિદી (Shahid Afridi) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર (Pakistan ex-cricketer) અને કેપ્ટન શાહિદ અફ્રિદી (Shahid Afridi) પણ કોરોનાની મહામારીમાંથી બચી નથી શક્યો. આ અંગે આફ્રિદીએ પોતે જ જાહેરાત કરી છે. આ અંગેની જાણાકારી આફ્રિદીએ ટ્વીટ (Tweet) કરીને આપી હતી. શાહિદી આફ્રિદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુરુવારથી તેની તબિયત સારી નથી. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે.

નોંધનીય છે કે કોરોનાનું સંક્રમણ શરૂ થયું ત્યારથી જ આફ્રિદી પાકિસ્તાનમાં સતત ગરીબ અને જરૂરીયાતવાળા લોકોની મદદ કરી રહ્યો હતો. તે પોતાની ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી રહ્યો હતો.

શાહીદ આફ્રિદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "ગુરુવારથી મારી તબીયત સારી નથી. મારું આખું શરીર દુઃખી રહ્યું છે. બદનસિબે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમે પ્રાર્થના કરો કે મારી તબિયત ઝડપથી સારી થઈ જાય."

શાહીદ આફ્રિદીનું ટ્વીટ :


Shahid Afridi
@SAfridiOfficial
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
63.4K
1:55 PM - Jun 13, 2020
Twitter Ads info and privacy
32.8K people are talking about this

સાથી ખેલાડીઓએ માંગી દુઆ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના અનેક ખેલાડીઓએ આફ્રિદી ઝડપથી સાજો થાય તે માટે દુઆ માંગી છે. આ માટેનો સંદેશ મોકલનાર લોકોમાં મોહમ્મદ અજીજ, સોહેલ તનવીર, કામરાન અકમલ વગેરે સામેલ છે.

પાકિસ્તાનમાં કોરોના

પાકિસ્તાનમાં 1 લાખ 32 હજારથી વધારે લોકો કોરોના પોઝિટિવ છે. અત્યાર સુધી ત્યાં કોરોના વાયરસને કારણે અઢી હજારથી વધારે લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે લૉકડાઉન પણ લગાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી તેને હટાવી દેવામાં આવ્યું હતું.

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે

0 Response to "પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીને કોરોના થયો, ટ્વીટ કરીને કહ્યુ, 'મારા માટે દુઆ કરો'"

Post a Comment

Native Banner