શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે
Saturday, 13 June 2020
Comment

ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરા આજે શનિવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. આ ઉપરાંત સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો વાલીઓ ઉપર દબાણ નહીં કરી શકે.
કોરોના વાયરસના (coronavirus) વધતા ફેલાવાની પરિસ્થિતિ વચ્ચે પોતાના સંતાનોના અભ્યાસની ચિંતા કરતા વાલીઓમાં મોટો મૂંઝવણનો પ્રશ્ન હતો કે ક્યારે સ્કૂલો ખૂલશે? વાલીઓના આ પ્રશ્નનો જવાબ આજે શિક્ષણમંત્રીની (Education Minister) મહત્વની જાહેરાતમાં મળી ગયો છે. ગુજરાતમાં (Gujarat) આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ રાખવાની જાહેરા આજે શનિવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ (Bhupendrasinh Chudasama) કરી હતી.
આ ઉપરાંત શિક્ષણમંત્રએ મહત્વની જાહેરાત કરી હતી કે સપ્ટેમ્બર સુધી ફી ભરવા માટે સ્કૂલો વાલીઓ ઉપર દબાણ નહીં કરી શકે. આમ રાજ્યા સરકારે સત્તાવાર જાહેરાતના પગલે હવે શૈક્ષણિક સંસ્થાઓ સ્વતંત્ર પર્વ સુધી નહીં ખુલે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું હતું કે આ વર્ષે કોઈપણ સ્કૂલ ફીમાં વધારો નહીં કરે શકે. તેમજ ત્રિમાસિક ફીને બદલે માસિક ફી ભરશે તો પણ ચાલશે. ટ્યૂશન ફી અને સ્કૂલ ફીને બદલે માસિક ફી ભરી શકાશે. સપ્ટેમ્બર માસ સુધી વિદ્યાર્થીઓ પર ફી ભરવા માટે દબાણ સ્કૂલો કરી શકશે નહીં. આ મામલે રાજ્યનો શિક્ષણ વિભાગ ખાનગી સ્કૂલો પર વિશેષ ધ્યાન રાખશે.

સુરતની ઘટનામાં તપાસ કરાવાનો આદેશ કર્યો છે. શિક્ષણ ફી સપ્ટેમ્બર સુધીમાં ભરવી. એ સિવાયની કોઈપણ શાળાની ચલાવી લેવાશે નહીં. કડકમાં કડક પગલાં ભરીશું. કોરોનાના કેર વચ્ચે ખાનગી શાળાઓની દાદાગીરી સામે શિક્ષણ વિભાગે હવે આવી શાળા સંચાલકોને કાન આમળ્યો છે. વાલીઓને સામટી ફી ભરવા અને યુનિફોર્મ, સ્ટેશનરી જેવી વસ્તુઓ પોતાની જ સ્કૂલોમાંથી ખરીદી કરવા દબાણ કરતા શાળા સંચાલકોને તેમની માન્યતા રદ કરવા જેવી કાર્યવાહી કરવા સરકારના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. જોકે વાલીઓએ ટ્યૂશન ફી તો ભરવી પડશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આવી શાળાઓની મનમાની નહીં ચલાવી લેવાય. વાલીઓ ત્રિમાસિકને બદલે માસિક ફી ભરી શકશે.
શાળાઓ ટ્યુશન ફી સિવાય અન્ય કોઈ ફી ઉઘરાવી નહીં શકે. તેમ છતાં જો કોઈ શાળા સામે ફરિયાદ થશે તો તેવી શાળાઓ સામે કડક કાર્યવાહી કરાશે. તો કોરોના સંક્રમણને કારણે શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું છે. ભૂપેન્દ્રસિંહે કહ્યું કે ફિઝિકલથી ડિઝિટલ તરફ આગેકૂચ થઈ છે. શિક્ષણ વિભાગે હોમ લર્નિંગનો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. 15 જૂનથી ડિડિ ગીરનાર પર સવારે 9 વાગ્યે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરાશે. જે બાળકોના ઘરે ટીવી નહીં હોય તેવા બાળકોના ઘરે મટિરિયલ પહોંચાડાશે.
રાજ્યની ખાનગી શાળા પોતાની મનમાની કરીને વાલીઓ અને વિધાથીઓના ખિસ્સા પર તરાપ મારવાનો પ્રયાસ કરી કરી છે ત્યારે જીએસટીવી પર ખાનગી શાળાઓ વાલીઓ પાસે ગત વર્ષના સેક્ષણિક સસ્ત્રની ફી સહિત નવા શૈક્ષણિક સસ્ત્રમાં પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું છે તે મુદો ઉજાગર કર્યો હતો જેની અસર આજે ગાંધીનગર ખાતે જોવા મળી હતી અને જીએસટીવીના અહેવાલ સહિત ડિબેટ ભારે પડઘા રાજય સરકારના કાને પડતા સરકારના શિક્ષણ વિભાગે આજે એક બેઠક કરીને ખાનગી શાળા વિરુદ્ધ લાલ આંખ કરીને વાલીઓ પાસે ખોટી રીતે નાણાંની ઉઘરાણી નહિ કરવી.કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં નવા સેક્ષણિક સત્રનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખાનગી શાળા વાલીઓને સ્કૂલ ખાતેથી યુનિફોર્મ અને સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે પ્રેશર કરીને વાલીઓ પાસેથી રૂપિયા પડાવી રહી છે. જો કે વાલીઓ અને વિધાથીઓની વેદના જીએસટીવીના ડિબેટના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તંદુરસ્ત ચર્ચા બાદ જીએસટીવીના વધુ અસરદાર સમચારના કારણે સરકાર હરકતમાં આવી હતી અને આજે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ઉચ્ચ બેઠક યોજી હતી. આ બેઠક રાજય સરકારના શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલ સમક્ષ લાલ આંખ કરીને કડક સૂચના આપી છે કે કોઈ શાળા વાલીઓ પાસેથી સ્કૂલ યુનિફોર્મ કે સ્ટેશનરી સ્કૂલમાંથી લેવા પર દબાણ કરશે તો તે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગની મળેલ સમીક્ષા બેઠક બાદ પ્રાઇમરી શિક્ષણ સચિવ વિનોદ રાવ અલગથી એક બેઠકનું આયોજન કરીને ખાનગી શાળાઓ જે રીતે વાલીઓ ઉપર ફી ભરવાનુ દબાણ કરી રહ્યા છે. ઉપરાંત સ્ટેશનરી ખરીદવા માટે ફક્ત શાળાઓમાં અથવા તો શાળા દ્વારા નક્કી કરેલા બુક સ્ટોલ પરથી ખરીદી કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફી મુદ્દે દબાણ કરતી સ્કૂલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપવામાં આવી છે. શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું કે તમામ જિલ્લાના ના ખાનગી શાળાઓ દ્વારા જે ફી ઉઘરાવવામાં આવી રહ્યા છે તે બાબતે આદેશ કરવામાં આવ્યો છે.

0 Response to "શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે"
Post a Comment