આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર
Sunday, 14 June 2020
Comment
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આવતીકાલે ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉ .બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની માર્ચ 2020નું પરિણામ જાહેર થશે. સોમવારે પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ www. gseb. org પર જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું હતું. જેના બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોવાઈ રહી હતી. જેથી આવતીકાલે વિદ્યાર્થીઓ માટે મોટો દિવસ બની રહેશે.
0 Response to "આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર"
Post a Comment