ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.
ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.

ટ્રંપના નિર્ણય પછી એવું માનવામાં આવે છે કે કોરોના સંકટ સમયે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વધુ બગડશે. ટ્રંપ સરકારે બુધવારે ચાઈનીઝ એરલાઇન્સને યુ.એસ. સુધીની ફ્લાઈટ પર પ્રતિબંધ કરી છે. જે બંને દેશો વચ્ચેના વેપાર અને મુસાફરીના તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે.

ચીનમાં અમેરિકન કેરિયર્સ (American carriers)ને સેવાઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં બેઇજિંગ નિષ્ફળ ગયું. જેના પછી યુએસ રાષ્ટ્રપતિ ટ્રંપે ચીન પર કાર્યવાહી કરતાં ચાઇનીઝ એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો, યુએસ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે, “યુએસ કેરિયરે 1 જૂનથી શરૂ થનારી મુસાફરોની સેવા ફરી શરૂ કરવા જણાવ્યું હતું. ચીની સરકારની તેમની વિનંતીઓને મંજૂરી આપવામાં નિષ્ફળતા અમારા હવાઈ પરિવહન કરારનું ઉલ્લંઘન છે. '

પરિવહન વિભાગનું કહેવું છે કે ચીની એરલાઇન્સ પર સસ્પેન્શન ઓર્ડર 16 જૂનથી લાગુ થશે, જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આદેશ આપે તો તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ પણ વાંચો:- 

રાજ્યમાં કોરોનાની રફ્તાર યથાવત, આજે 485 નવા કેસ નોંધાયા, 30ના મોત

0 Response to "ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ"

Post a Comment

Native Banner