‘ઓપો રેનો 4’ 5G સ્માર્ટફોન સિરીઝ લોન્ચ થઈ, 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે
Monday 8 June 2020
Comment
- સિરીઝમાં ‘ઓપો રેનો 4’ અને ‘ઓપો રેનો 4 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થયાં
- બંને ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે બંને ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ કેમેરા મળશે
- એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G SoC પ્રોસેસર મળશે
ચાઈનીઝ ટેક કંપની ઓપોએ ચીનમાં તેની 5G સ્માર્ટફોન સિરીઝ ‘ઓપો રેનો 4’ લોન્ચ કરી છે. આ સિરીઝમાં ‘ઓપો રેનો 4’ અને ‘ઓપો રેનો 4 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થયાં છે. બંને સ્માર્ટફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 65 વૉટનું સુપરવૂશ 2.0 ચાર્જિંગ મળશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે બંને ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
‘ઓપો રેનો 4’સિરીઝની કિંમત
ફોન | વેરિઅન્ટ | કિંમત |
ઓપો રેનો 4 પ્રો | 8GB+128GB | 3,799 ચીની યુઆન (આશરે 40,500 રૂપિયા) |
ઓપો રેનો 4 પ્રો | 12GB+256GB | 42,99 ચીની યુઆન (આશરે 45,800 રૂપિયા) |
ઓપો રેનો 4
| 8GB+128GB | 2,99 ચીની યુઆન (આશરે 32,000 રૂપિયા) |
ઓપો રેનો 4 | 12GB+256GB | 3,299 ચીની યુઆન (આશરે 35,200 રૂપિયા) |
ઓપો રેનો 4 પ્રોનાં ગેલેક્ટિક બ્લૂ, સ્પાર્કલિંગ રેડ, સ્પેસ બ્લેક અને સ્પેસ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે, જ્યારે ઓપો રેનો 4નાં લેક્ટિક બ્લૂ, સ્પેસ બ્લેક અને સ્પેસ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ચીનમાં બંને ફોનનું પ્રિ ઓર્ડર શરૂ થયો છે જ્યારે તેનું વેચાણ જૂનથી શરૂ થશે.
‘ઓપો રેનો 4 પ્રો’ બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળે છે, જે 90Hzનો રિફ્રેશરેટ ધરાવે છે.
- તેમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.2 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- ફોનમાં 48MP +12MP + 13MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનમાં 4,000mAhની બેટરી વિથ 65 વૉટનું સુપરવૂશ 2.0 ચાર્જિંગ મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS/AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
‘ઓપો રેનો 4’ બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- સિરીઝનાં બેઝિક વેરિઅન્ટમાં 6.4 ઈંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
- ફોનમાં 48MP + 8MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનમાં 4,020mAhની બેટરી વિથ 65 વૉટનું સુપરવૂશ 2.0 ચાર્જિંગ મળશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, બ્લુટૂથ, વાઈફાઈ, GPS/AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
0 Response to "‘ઓપો રેનો 4’ 5G સ્માર્ટફોન સિરીઝ લોન્ચ થઈ, 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે"
Post a Comment