મહાત્માગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું લૉકડાઉનમાં નિધન, આજે અંતિમવિધિ થશે

મહાત્માગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું લૉકડાઉનમાં નિધન, આજે અંતિમવિધિ થશે


સુરત : મહાત્માગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું લૉકડાઉનમાં નિધન, આજે અંતિમવિધિ થશેશિવાલક્ષ્મીબેન ગાંધીજીના પુત્ર રામદાસના ત્રીજા નંબરના પૂત્ર કનુભાઈના પત્ની હતા. હૉસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ


 સુરત : દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી (Father of Nation)ના પૌત્રવધુ શિવાલક્ષ્મીબેન ગાંધીનું આજે સુરતના ભીમરાડમાં નિધન થયું છે. (Granddaughter of MahttmaGandhi) શિવાલક્ષ્મીબેન ગાંધીજીના પુત્ર રામદાસના ત્રીજા નંબરના દીકરા કનુભાઈ ગાંધીના પત્ની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને આજે તેમણે સુરતમાં લૉકડાઉનમાં અંતિમ શ્વાસ લીધા હતા.

કનુભાઈ લાંબા સમયથી સુરત રહેતા હતા પરંતુ તેમના નિધન બાદ ભીમરાડ ગામના બળવંત પટેલ અને તેમનો પરિવાર શિવાલક્ષ્મીબેનની ચાકરી કરી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. અઢી મહિના પૂર્વે ઘરમાં ચાલતા ચાલતા એકાએક બેસાય જવાતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારબાદ તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર કરાવતા ફરી તેઓ નોર્મલ થઈ ગયા હતા.

જોકે ત્યારપછી તેમનો ખોરાક ઓછો થઈ ગયો હતો. જેના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. એક અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન થઈ જતા. તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં આઇસીયું માં સાત દિવસથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગુરુવારે રાત્રે 10.30 વાગ્યે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.
બાદમાં શિવા લક્ષ્મીજીના પાર્થિવ મૃતદેહને ભીમરાડમાં રાત્રે જ લાવવામાં આવ્યો હતો. સવારે ગ્રામજનો અને સૌ માટે અંતિમદર્શન રાખવામાં આવ્યા. બધાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે અંતિમદર્શન કર્યા હતાભીમરાડ ગામ અને ગામના લોકો પ્રત્યે તેમને ખૂબ લગાવ હતો.

આ ગામનો ઐતિહાસિક ભૂમિ તરીકે વિકાસ થાય તેવું તેઓ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓએ ગામના ઐતિહાસિક અને પ્રવાસન ભૂમિ તરીકે ઓળખ મળે એ માટે એક કરોડ દાન આપવાની પણ વાત કરી હતી. ગામલોકોની ઈચ્છા પણ હતી કે ભીમરાડમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બને તેનું ભૂમિ પૂજન શિવા લક્ષ્મીજી કરે પણ એ ઈચ્છા અધૂરી જ રહી ગઈ છે  છેલ્લા ત્રણ ચાર દિવસથી શિવા લક્ષ્મી કંઈક બોલવાનો પ્રયાસ કરતા પણ તે સમજી શકાતું ન હતું . પણ તેઓ એવું કહી રહ્યા હતા કે તેઓ જલ્દી સાજા થઈને ભીમરાડ આવશે. તેમનું અંગ્રેજી ખૂબ સરસ હતું અને હાજર જવાબી પણ ખરા. ગાંધીજી વિશેની લગભગ તમામ વાતો તેઓ જાણતા હતા

ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા  જોકે  આજે  શિવાલક્ષમી  નિધન બાદ ગામના લોકો ધવરા તેમની અંતિમ ક્રિયા સુરત ના ઉંમર ગામ ખાતે કરવાનું નક્કી કર્યુ હતું

0 Response to "મહાત્માગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું લૉકડાઉનમાં નિધન, આજે અંતિમવિધિ થશે"

Post a Comment

Native Banner