ફરી ગાંધીનગરમાં આજે કોરોના ‘બ્લાસ્ટ’, એક સાથે 9 કેસ નોંધાતા હાહાકાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા
Friday 8 May 2020
Comment
ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આજે ગાંધીનગરમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કોરોના વાયરસનો બોમ્બ ફાટ્યો છે. ગાંધીનગરમાં આજે નવા 9 કેસ સામે આવ્યા છે, ત્યારે કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કુલ 7026 પોઝિટિવ દર્દી નોંધાયા છે.
ગાંધીનગરમાં આજે નોંધાયેલા કોરોના પોઝિટીવ કેસની વાત કરીએ તો, આજે ત્યાં નવા 9 કેસ નોંધાયા છે. જેમાં કુડાસણમાં એક જ પરિવારના ત્રણ સભ્યો, રાંદેસણમાં એક યુવતી, નાના ચીલોડા, સેક્ટર 24માં એક-એક કેસ અને કલોલમાં ત્રણ કેસ નોંધાયા છે. આ સાથેજ રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7026એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 425 છે. આ સાથે જ કુલ 1709 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
ખેડામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપેલો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં વધુ 2, મહુધામાં વધુ 1 કેસ નોંધાયો છે. નડિયાદમાં હોસ્પિટલના મહિલાકર્મીને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ સાથે જ ખેડામાં કોરોનાના કુલ 24 કેસ નોંધાયા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. મહેમદાવાદ તાલુકાના સુઢા વણસોલ ગામના 40 વર્ષીય પુરુષ અને 28 વર્ષીય યુવતીનો કોરોના પોઝીટીવ આવ્યો છે. મહુધાના 47 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બીજી તરફ નડિયાદમાં આવેલ એન.ડી.દેસાઈ હોસ્પિટલની મહિલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. તમામ દર્દીઓની સારવાર નડિયાદની એન.ડી.દેસાઈમાં આપવા આવી રહી છે.
જામનગરથી અમદાવાદ ફરજ પર ગયેલા વધુ બે તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી કુલ ચાર તબીબો કોરોનાની ચપેટમાં આવ્યા છે. હાલ ચારેયની સારવાર અમદાવાદ ખાતે હોસ્પિટલમાં ચાલી રહી છે. ગઈકાલે 2 તબીબને પોઝિટિવ આવ્યા હતા. 18 પૈકી કુલ 4 તબીબને કોરોના પોઝિટિવ આવ્યા છે. જામનગરના વધુ બે ડોક્ટરને પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ ડેપ્યુટેશન માટે મોકલાયા હતા. ગઈકાલે બે તબીબને પોઝિટિવ આવ્યા હતા. 18 પૈકી કુલ ચાર તબીબીને પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે વધુ 18 રેસિડેન્ટને અમદાવાદ મોકલાયા હતા.
બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં હોટસ્પોટ વિસ્તાર વોરાવાડમાં 80 વર્ષના વૃદ્ધ અને 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં અત્યાર સધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 49 થઇ છે. જેમાં 11 લોકો સાજા થયા, 2ના મોત અને 36 દર્દી હાલ સાળંગપુર કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા પોઝિટવ કેસની સંખ્યા 84 થઇ છે. શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા રોશનબેન મહમદઅલી લાખાણી (ઉ.વ.62)ને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભાવનગરમાં આજે વધુ ચાર દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો છે. જેમાં રોલીંગ મિલના માલિક કુમાર વોરોએ કોરોના પર જીત મેળવી છે. ચારેય દર્દીને રજા આપવામાં આવી છે. ભાવનગરમાં 84 કેસ નોંધાયા છે. જેમાંથી 6ના મોત, 29 દર્દીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારના નવા 388 સહિત અત્યાર સુધી નોંધાયેલાં કુલ 7013 પોઝિટીવ દર્દીઓની સાપેક્ષે 24.36 ટકા અર્થાત લગભગ ચોથા ભાગના છે. હવે રાજ્યમાં કુલ 4,879 એક્ટિવ દર્દીઓ છે જેઓ સારવાર હેઠળ છે અને તેમાં પણ 26 વેન્ટિલેટર પર રહેલાં દર્દીઓને બાદ કરતાં બાકીના 4,853 દર્દીઓની સ્થિતિ સ્થિર છે એટલે તેમના સ્વસ્થ થવાના સંજોગો વધુ છે. તેની સામે મૃત્યુનું પ્રમાણ જોઇએ તો ગુરુવારે વધુ 29 દર્દીઓના મોત સાથે કુલ આંકડો 425 પર પહોંચ્યો છે. ગુરુવારે એક સાથે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં 209 કોરોના પોઝિટીવ દર્દીઓએ સાજાં થઇને ડિસ્ચાર્જ મેળવ્યો હતો. કોરોના સામેનો જંગ જીતી ચૂકેલાં દર્દીઓની સંખ્યા ગુજરાતમાં 1709 પર પહોંચી છે.
0 Response to "ફરી ગાંધીનગરમાં આજે કોરોના ‘બ્લાસ્ટ’, એક સાથે 9 કેસ નોંધાતા હાહાકાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા"
Post a Comment