1થી 15 જુલાઈ વચ્ચે થશે 10મા અને 12માની CBSE બોર્ડની પરીક્ષાઓ

1થી 15 જુલાઈ વચ્ચે થશે 10મા અને 12માની CBSE બોર્ડની પરીક્ષાઓ

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10મા અને 12માના બાકી રહેલા વિષયોની પરીક્ષા યોજવાની તારીખોનુ એલાન કરી દીધુ છે. સીબીએસઈ 1 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે બોર્ડની પરીક્ષા કરાવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે આ બાબતે માહિતી આપતા કહ્યુ કે હાઈ સ્કૂલ અને ઈન્ટરની પરીક્ષા 1થી 15 જુલાઈ વચ્ચે થશે. એવામાં તમને સારો મોકો મળશે કે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. વાસ્તવમાં સીબીએસઈ બોર્ડ ઈચ્છે છે કે ધોરણ 10મા અને ધોરણ 12માના બાકી બચેલા વિષયોની પરીક્ષા જેઈઈ મેઈનની પરીક્ષાથી પહેલા કરાવી લે. એનઆઈટીની પરીક્ષા જુલાઈ 18થી 23 વચ્ચે થઈ શકે છે. સીબીએસઈને કહેવામાં આવ્યુ છે કે તે પરીક્ષાને આ પહેલા પૂર્ણ કરાવી લે.

આ પહેલા સીબીએસઈએ 1 એપ્રિલે એલાન કર્યુ હતુ કે તે 90માથી 29 વિષયોની પરીક્ષા કરાવશે જે લૉકડાઉનના કારણે થઈ શકી નહોતી. દિલ્લી હુલ્લડોના કારણે ધોરણ 10ના જે વિષયોની પરીક્ષા લેવાઈ નહોતી તે પણ કરાવવામાં આવશે. ધોરણ 12માના બિઝનેસ સ્ટડીઝ, ભૂગોળ, હિંદી મુખ્ય વિષય, હિંદી વૈકલ્પિક, ગૃહ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ ઓલ્ડ, કમ્પ્યુટર સાયન્સ ન્યૂ, ઈન્ફોર્મેશન પ્રેકટીસ ઓલ્ડ, ઈન્ફોર્મેશન પ્રેકટીસ ન્યૂ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બાયો ટેકનોલોજી વિષયોની પરીક્ષા કરાવશે. આ સાથે જ સીબીએસઈ એના પર પણ કામ કરી રહી છે કે પરીક્ષા બાદ કોપીઓને જલ્દીમાં જલ્દી ચેક કરી લેવામાં આવે જેને માર્ચ મહિનામાં રોકી દેવામાં આવ્યુ હતુ. આના માટે સીબીએસઈએ નવી રીત શોધી છે. વાસ્તવમાં આ તમામ ઉત્તરવહીઓને શિક્ષકોના ઘરે પહોંચાડવામાં આવશે જેથી તે ચેક થઈ શકે. માહિતી અનુસાર આ બધા 29 વિષયોની પરીક્ષા પૂર્ણ થયા બાદ સીબીએસઈ પરીક્ષાના પરિણામ જાહેર કરશે. પરીક્ષાના પરિણમ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે.

0 Response to "1થી 15 જુલાઈ વચ્ચે થશે 10મા અને 12માની CBSE બોર્ડની પરીક્ષાઓ "

Post a Comment

Native Banner