લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને ક્યાં રહેશે પ્રતિબંધો

લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને ક્યાં રહેશે પ્રતિબંધો

લૉકડાઉન 5.0ને કેન્દ્ર સરકારે અનલૉક 1 નામ આપ્યું છે, આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી રહેશે

  • કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તબક્કાવાર સેવાઓ શરૂ થશે
  • સરકારે લોકડાઉન 5 અંગે ગાઇડલાઇન જાહેર કરી, તેને UNLOCK 1 નામ આપ્યું છે
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને જિલ્લામાં જઇ શકાશે
The government can ask for tightening in 30 content zones in 12 states, with 80% of corona cases in the country in these areas.

ગૃહમંત્રાલયે લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે, પરંતુ અત્યારે દેશમાં સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. કન્ટેઇનમેન્ટ ઝોનની બહાર સંપૂર્ણ રીતે છૂટ રહેશે. આ ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલું રહેશે. સ્કૂલ-કૉલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. જુલાઈમાં રાજ્ય આના પર નિર્ણય લેશે. હોટલ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ 8 જૂનથી ખોલી દેવામાં આવશે. જો કે સરકારે શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે.

લોકડાઉન 5.0માં મળશે આ રાહત
- એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર નથી.
- બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજ, ઇંસ્ટીટ્યૂટ ખોલી શકાશે. સ્કૂલ કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.
- દેશમાં ક્યાંય અવર-જવર પર કોઇ પ્રતિબંધ નહી
- 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ મોલ ખોલવાની પરવાનગી, આ પાબંદી યથાવત રહેશે.
- દિલ્હી મેટ્રો હાલ દોડશે નહી.- રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. 
- વિદેશ યાત્રા પર પાબંધી યથાવત રહેશે.
- અંતિમ સંસ્કારમાં 20 લોકો જ સામેલ થઇ શકશે.
- દુકાનો પર ફક્ત 5 લોકો એકસાથે સામાન ખરીદી શકશે.
- સિનેમા હોલ, જીમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે. 


લોકડાઉન ખતમ થશે, અનલોક-1 શરૂ થશે

- 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ, પહેલાંથી બિમારીઓથી પીડાતા વ્યક્તિઓ, 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવાની સલાહ.
- ફક્ત જરૂરી કાર્ય તથા સ્વાસ્થ્ય સુવિધાઓ માટે બહાર નિકળો.
- પહેલાંની માફક માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવું જરૂરી રહેશે. 
- ભીડ એકઠી કરવાની મનાઇ રહેશે. લગ્ન માટે વધુમાં વધુ 50 લોકો એકઠા થઇ શકશે. 
- સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવા પર પ્રતિબંધ યથાવત રહેશે. સાર્વજનિક જગ્યાઓ પર પાન, ગુટખા, દારૂના સેવન પર પ્રતિબંધ રહેશે. 
- જ્યાં સુધી બને ત્યાંથી ઘરેથી જ કામ કરો, વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન. 
- કાર્યસ્થળો પર સ્ક્રીનિંગ અને હાયજીનની પુરી વ્યવસ્થા હોવી જોઇએ, સેનેટાઇઝેશન કરવામાં આવે. 
- ફેઝ-3માં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ઉડાનો, મેટ્રો, સિનેમા, જિમ, સ્વિમિંગ પુલ, બાર, એસેંબલી હોલને ખોલવાનો નિર્ણય લેવાશે. 
- સામાજિક આયોજન પર પાબંધી યથાવત રહેશે. 
પહેલો તબક્કો
જૂન 8 થી ધાર્મિક સ્થળો, હોટેલ, રેસ્તરાં, શોપિંગ મોલને ખોલવાની મંજૂરી મળશે. તે અંગે સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.
બીજો તબક્કો
સ્કૂલ-કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા બાદ ખોલવામા આવશે. રાજ્ય સરકારોને સંસ્થાઓ તેમજ વાલીઓ સાથે આ અંગે ચર્ચા કરવાનું કહેવામા આવ્યું છે.  તે અંગે પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરવામા આવશે. 
ત્રીજો તબક્કો
અમુક ગતિવિધિ હજુ બંધ રહેશે. તેમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો,  મેટ્રો રેલવે, સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, રાજકીય અને સામાજિક કાર્યક્રમો અને મોટા મેળાવડાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિનું આંકલન કર્યા બાદ ત્રીજા તબક્કામાં મંજૂરી અંગે જણાવવામા આવશે.



લોકડાઉનનાં કારણે ભારતમાં કોરોનાનાં ઓછા કેસ
કેન્દ્રિય મંત્રીએ લૉકડાઉનને ઘણું જ જરૂરી પગલું ગણાવતા કહ્યું કે, “જો દેશમાં યોગ્ય સમયે આ નિર્ણય ના લેવામાં આવ્યો હોત તો આજે ભારતમાં 50 લાખ કોરોનાનાં કેસ હોત. લૉકડાઉનનાં કારણે આજે પણ આપણી જેટલી સંખ્યા છે તેના પ્રમાણે ઘણા ઓછા કેસ સામે આવી રહ્યા છે.” તેમણે કોરોનાથી મોતનાં મામલે કહ્યું કે, “આખા વિશ્વમાં સૌથી ઓછા મોત ભારતમાં થયા છે. આપણે આશા કરીએ છીએ કે જલદી કોઈ વેક્સિન અથવા દવા આવે અને તમામ લોકો પહેલાની માફક સામાન્ય જીવન જીવે.”





0 Response to "લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને ક્યાં રહેશે પ્રતિબંધો"

Post a Comment

Native Banner