ભારતમાં કોરોના વાયરસે એક જ દિવસમાં બનાવ્યા 5 રેકૉર્ડ, 2 રેકૉર્ડે વધારી દેશની ચિંતા
Saturday 30 May 2020
Comment
source
ભારતમાં શુક્રવારનાં કોરોના વાયરસનું સંક્રમણ 1,73,763 લોકો સુધી પહોંચી ચુક્યું છે. આ આકંડો કોઇને પણ ડરાવી શકે છે, પરંતુ કેટલાક એવા પણ આંકડા છે જે રાહત આપે છે. છેલ્લા 24 કલાકમાં નવા રેકૉર્ડતોડ કેસ સામે આવ્યા છે, પરંતુ સારી વાત એ છે કે આનાથી પણ મોટો રેકૉર્ડ રિકવર થયેલા લોકોનો બન્યો છે.
2 રેકૉર્ડ ડરામણા, 3 રાહત આપનારા
જોવા જઇએ તો અત્યારે ભારતમાં ફક્ત 86,422 લોકો જ કોરોનાથી સંક્રમિત છે, કેમકે બાકીનાં લોકો તો ઠીક થઈ ચુક્યા છે. ફક્ત શુક્રવારની વાત કરીએ તો એક જ દિવસમાં કોરોના વાયરસે 5 રેકૉર્ડ બનાવ્યા છે, જેમાં 2 રેકૉર્ડ ડરામણા છે, પરંતુ બાકીનાં 3 રાહત આપનારા છે.
24 કલાકમાં 11,264 લોકો થયા ઠીક
છેલ્લા 24 કલાકમાં 11,264 લોકો કોરોના વાયરસનાં સંક્રમણથી ઠીક થઈ ચુક્યા છે, જે અત્યાર સુધીનો સૌથી સારો રેકૉર્ડ છે. અત્યાર સુધી આટલા વધારે લોકો ક્યારેય પણ ઠીક નથી થયા. ભલે છેલ્લા 24 કલાકમાં નવા કેસનો રેકૉર્ડ બન્યો હોય, પરંતુ આ પહેલીવાર છે કે રિકવર થનારા લોકોની સંખ્યા સંક્રમણનાં નવા કેસોથી વધારે છે.
શુક્રવારનાં કોરોના વાયરસનાં 7,964 નવા કેસ સામે આવ્યા
એક સારા સમાચાર એ છે કે રિકવરી રેટ વધીને 47.40 ટકા સુધી પહોંચી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કુલ 82,370 કોરોનાનાં દર્દીઓ ઠીક થઈ ચુક્યા છે. શુક્રવારનાં કોરોના વાયરસનાં 7,964 નવા કેસ સામે આવ્યા, પરંતુ આનાથી ઘણા વધારે લોકોનાં રિકવર થવાના આંકડાએ નવા કેસોનાં રેકૉર્ડનાં ડરને ઓછો કરી દીધો. બીજી તરફ અત્યાર સુધીનાં આંકડાઓ જોઇએ તો શુક્રવારનાં 265 લોકોનાં મોત થયા છે અને આ પણ એક રેકૉર્ડતોડ આંકડો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 4791 સુધી પહોંચી ચુકી છે.
0 Response to "ભારતમાં કોરોના વાયરસે એક જ દિવસમાં બનાવ્યા 5 રેકૉર્ડ, 2 રેકૉર્ડે વધારી દેશની ચિંતા"
Post a Comment