SBI YONO એપ પર નવું ફિચર લોન્ચ થયું, તેનાથી તમે તમારા ATM ડેબિટ કાર્ડને ON / OFF કરી શકશો
Thursday 4 June 2020
Comment
- લોકડાઉનમાં તમારા પૈસા સુરક્ષિત રહે તે માટે SBI YONO એપ પર ખાસ ફીચર લોન્ચ કરવામાં આવ્યું
- જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને 'ઓફ' એટલે કે બંધ કરી શકો છો
દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના ગ્રાહકોને વધુ સારી સર્વિસ આપવા માટે સતત સર્વિસ આપતી રહે છે. લોકડાઉનમાં તમારા પૈસા સુરક્ષિત રહે તે માટે SBI YONO એપ પર ખાસ ફીચર લોન્ચ કરવામાં આવ્યું. YONO એપ દ્વારા તમે તમારા ATM ડેબિટ કાર્ડને ON / OFF કરી શકો છો. જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને 'ઓફ' એટલે કે બંધ કરી શકો છો. આવું કરવાથી, તમારા બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે. જાણો આ સર્વિસ વિશે...
SBIએ દ્વારા ટ્વિટ કરવામાં આવી હતી, તેમાં જણાવ્યા પ્રમાણે, YONO SBI તમને તમારા ATM ડેબિટ કાર્ડની સુવિધાઓ નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે.તમે તમારી જરૂરિયાત મુજબ તમારા ATM ડેબિટ કાર્ડની વિવિધ સુવિધાઓ ચાલુ / બંધ કરી શકો છો.
કેવી રીતે કામ કરે છે?
સૌથી પહેલા તમારા મોબાઈલમાં યોનો એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપને શરૂ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના માટે તમારે એપના રજિસ્ટ્રેશન ફીચરમાં જઈને જે નંબર પરથી એપ ડાઉનલોડ કરી છે, તે નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે.
સૌથી પહેલા તમારા મોબાઈલમાં યોનો એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપને શરૂ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના માટે તમારે એપના રજિસ્ટ્રેશન ફીચરમાં જઈને જે નંબર પરથી એપ ડાઉનલોડ કરી છે, તે નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે.
- YONO SBIમાં લોગિન કરો.
- Service Request Menu પર જવું.
- ત્યારબાદ ATM/ડેબિટ કાર્ડ સિલેક્ટ કરો
- હવે તમારો ઇન્ટરનેટ બેંકિંગ પ્રોફાઇલ પાસવર્ડ દાખલ કરો
- મેનેજ ડેબિટ કાર્ડ પર જાવ,સિલેક્ટ અકાઉન્ટ એન્ડ કાર્ડ પર ક્લિક કરો. તમારી પસંદગીનો ઓપ્શન સિલેક્ટ કરો.
0 Response to "SBI YONO એપ પર નવું ફિચર લોન્ચ થયું, તેનાથી તમે તમારા ATM ડેબિટ કાર્ડને ON / OFF કરી શકશો"
Post a Comment