S પેન સપોર્ટ કરતું સેમંસગ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ લોન્ચ બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 27,999

S પેન સપોર્ટ કરતું સેમંસગ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ લોન્ચ બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 27,999

Samsung launches 'Galaxy Tab S6 Lite' tablet with S Pen support Basic variant priced at 27,999

  • ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ સિંગલ 4GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થયું
  • વાઈફાઈ ઓનલી વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે અને LTE વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા
  • ટેબ્લેટમાં 10.4 ઈંચની TFT ડિસ્પ્લે મળશે
  • એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે
કોરિયન ટેક કંપનીએ ભારતમાં સેમંસગ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. તેમાં S પેન સપોર્ટ અને ડોલ્બી અટોમ્સ 3D સાઉન્ડ મળે છે. તેના વાઈફાઈ ઓનલી વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે. તેનું સિંગલ 4GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે.સોમવારથી તેનું પ્રિ બુકિંગ શરૂ થયું છે અને 17 જૂને તેનો સેલ શરૂ થશે.
કિંમત, વેરિઅન્ટ અને ઓફર
‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટનાં વાઈફાઈ ઓનલી અને LTE વેરિઅન્ટ લોન્ચ થયાં છે. વાઈફાઈ ઓનલી વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા છે અને LTE વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. તેનાં બ્લૂ, શિફોન પિંક અને ઓક્સફર્ડ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. 16 જૂન સુધી તેનું પ્રિ બુકિંગ થઈ શકશે.  પ્રિ બુકિંગ કરાવતા ગ્રાહકો 11,900 રૂપિયાના ગેલેક્સી બડ્સ 2,999 રૂપિયામાં અથવા 4,999 રુપિયાનું ટેબ્લેટનું કવર 2500 રૂપિયામાં ખરીદી શકશે.
‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટનાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
  • ટેબ્લેટમાં 10.4 ઈંચની TFT ડિસ્પ્લે મળશે, તેમાં 1,200x2,000 પિક્સલનું રિઝોલ્યુશન મળશે.
  • ‘ગેલેક્સી ટેબ S6’નાં લાઈટ વેરિઅન્ટમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર પ્રોસેસર મળશે.
  • તેનું સિંગલ 4GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે.
  • ટેબ્લેટમાં 8MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેર આપવામાં આવ્યો છે.
  • કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ 5.0, GPS/ A-GPS, માઈક્રો USB અને 3.5mmનો ઓડિયો જેક મળશે.
  • તેમાં 7,040mAhની બેટરી મળશે, જે સિંગલ ચાર્જ પર 12 કલાકનું ઈન્ટરનેટ યુસેઝ આપશે.
S પેન
ટેબ્લેટ સાથે S પેન સપોર્ટ પણ મળશે. તેનું વજન 7.03 ગ્રામ છે. S પેન એક પ્રકારની પેન જ છે, જે યુઝરને વર્ક, સ્ટડી અને કનેન્ટ ક્રિએશનમાં મદદ કરે છે. તેમાં કોઈ પણ પ્રકારની બેટરી હોતી નથી.

0 Response to "S પેન સપોર્ટ કરતું સેમંસગ ‘ગેલેક્સી ટેબ S6 લાઈટ’ ટેબ્લેટ લોન્ચ બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 27,999"

Post a Comment

Native Banner