ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રહેઠાણ નજીક પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપી, જાણો તેમાં કયા-ક્યા કેન્દ્ર છે
Monday 8 June 2020
Comment
- ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને વિદ્યાર્થી મનમરજી મુજબ પરીક્ષા કેન્દ્ર નક્કી કરી શકશે
અમદાવાદ. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા મામલે વિદ્યાર્થીઓને રાહત આપવા માટે જાતે જ પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા માટે છૂટ આપી છે. જેમાં 46 પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાંથી વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણને નજીક પડે તે પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે.
કેવી રીતે ભરવું એક્ઝામ સેન્ટર?
આ માટે વિદ્યાર્થીઓએ સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યારબાદ તેમાં Examination tabમાં જઇને ‘Choise for exam centre Covid-19’માં જવાનું રહેશે. ત્યાં વિદ્યાર્થી પોતાની મનમરજી મુજબ એક્ઝામ સેન્ટરની ચોઇસ ફિલિંગ કરી શકશે. મહત્વનું છે કે, આગામી 14મી જૂન સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ એક્ઝામ સેન્ટરની ચોઇસ ફિલિંગ કરી દેવાની રહેશે. જો વિદ્યાર્થી કોઇ સંજોગાવસાત્ ચોઇસ ફિલિંગ નહીં કરે તો યુનિવર્સિટી તેને બેઠક વ્યવસ્થા ફાળવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે તબક્કામાં યોજનાશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 2 જુલાઈ અને બીજા તબક્કાની પરીક્ષા 13 જૂલાઈથી શરૂ થશે.

યુનિવર્સિટીએ આપેલા પરીક્ષા કેન્દ્રના વિકલ્પ
0 Response to "ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રહેઠાણ નજીક પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપી, જાણો તેમાં કયા-ક્યા કેન્દ્ર છે"
Post a Comment