કોરોનાથી બચવા માટે વિદ્યાર્થીએ માત્ર એક જ મિનિટમાં શાકભાજી સેનિટાઈઝ કરતું મશીન શોધ્યું
Monday 8 June 2020
Comment
આ વિદ્યાર્થીએ અલ્ટ્રા વાયોલેટ મશીન ઇનોવેટ કર્યું છે. જેનાથી માત્ર 1 મિનિટ શાકભાજી ફળ સેનિટાઈઝ થઈ જશે..
કોરોનાના કેસ (coronavirus) વધી રહ્યા છે અને હવે તો શાકભાજી કે ફળની ખરીદી કરતા લોકોને પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે ત્યારે ગુજરાત ટેકનોલોજીના સ્ટાર્ટઅપ એ શાકભાજીને સેનિટાઈઝ કરવાનો જોરદાર ઉપાય શોધી કાઢ્યો છે. આ વિદ્યાર્થીએ અલ્ટ્રા વાયોલેટ મશીન (Ultra violet machine) ઇનોવેટ કર્યું છે. જેનાથી માત્ર 1 મિનિટ શાકભાજી ફળ સેનિટાઈઝ થઈ જશે.
કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અને કોરોનાનો ચેપ ક્યાંથી કોને લાગી જશે તે કળવું મુશ્કેલ છે. શાકભાજી વેચનારા અને ખરીદનારા પણ કોરોનાના સંક્રમણ થયાના કેસ સામે આવ્યા છે તેવામાં નિષ્ણાત ઓ બજારમાં થી શાકભાજી ખરીદી તેને ધોવાની સલાહ આપી રહયા છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ મિત પટેલ એ જે મશીન બનાવ્યું છે તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થાય છે.
મશીનમાં શાકભાજી મુકી દેવાય અને મશીન ચાલુ કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થાય છે. અને 1 મિનિટમાં સેનીટાઇઝ થઈ જાય છે. આ મશીન પર વોર્નીગ પણ લખી છે કે મશીન માં અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થતા હોય કોઈ એ મશીનની અંદર જોવું નહિ નહીતો સ્વાસ્થ્ય ને નુકસાન થઈ શકે છે. આ અલ્ટ્રા વાયોલેટ લાઇટની વેવલેન્થ 400 આસપાસ હોય છે જેથી તેમાં શાકભાજી રાખતા તે ઝડપથી સેનિટાઇઝ થઈ જાય છે. આ મશીનમાં માત્ર શાકભાજી જ નહીં માસ્ક પણ સેનિટાઈઝ થઈ શકે છે.
બીજું કે અમારા સંબંધી છે તેઓ ને કોરોના પોઝિટિવ આવ્યો અને શાકભાજીના ફેરિયાઓના પોઝીટીવ કેસો વધતા આવું મશીન બનાવવાનો વિચાર આવ્યો હતો. હાલ આ મશીન સાથે અન્ય એક ટાઇમર વાળું પણ મશીન બનાવ્યું છે. જેમાં એક મિનિટ નો ટાઈમ સેટ કર્યો છે જે મશીન સ્ટાર્ટ કર્યાં એક મિનિટ માં ઓટોમેટિક બંધ થઈ જશે.
આ મશીન આગામી દિવસોમાં 1500 થી 1800 રૂપિયા ની કિંમતમાં બજારમાં મુકવાની તૈયારી છે. મશીન ની આ નજીવી કિંમત ના કારણે સામાન્ય માણસને પણ તે પરવડી શકે.
મહત્વનું છે કે કોરોના ની કોઈ વેકશીન કે દવા માર્કેટમાં આવી નથી ત્યારે હવે લોકોએ કોરોના વાયરસ સાથે જીવતા શીખવું પડશે. ત્યારે મીત પટેલ એ મેક ઇન્ડિયાના પ્રોજેકટ હેઠળ આ મશીન તૈયાર કર્યું છે. આગામી દિવસોમાં આવા મશીન લોકોના ઘરમાં જ નહીં કોર્પોરેટ ઓફિસ કે બેંકો માં જોવા મળે તો નવાઈ નહિ.
0 Response to "કોરોનાથી બચવા માટે વિદ્યાર્થીએ માત્ર એક જ મિનિટમાં શાકભાજી સેનિટાઈઝ કરતું મશીન શોધ્યું"
Post a Comment