બે અંબાણી ભાઈઓની કહાની / મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે
Monday 8 June 2020
Comment
- વિશ્વના મોટા બિઝનેસ હાઉસમાં બે દસકા બાદ બે ભાઈઓની સૌથી મોટી દુશ્મનાવટનું ફાઈનલ પિક્ચર
- અનિલ અંબાણી 4 જૂને 61માં વર્ષમાં પ્રવેશ્યા ત્યારે મુકેશ અંબાણીએ દેવા મુક્તી માટે 22 અબજ ડોલર ભેગા કર્યા
મુંબઈ. એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 22 અબજનું દેવું ચુકવવાનો અંતિમ તબક્કો પૂરો કર્યો છે. બીજી તરફ, તેના નાના ભાઈ અને રિલાયન્સ ADAGના અધ્યક્ષ અનિલ અંબાણી દેવાના દેવાના ભારણથી નાદારી નોંધાવવાની અણી પર છે. તેઓ હવે જીવનને આધ્યાત્મિકતાના માર્ગ પર લઇ જવાનું વિચારી રહ્યા છે. અનિલ અંબાણીએ તેની બધી કંપનીઓ વેચી દીધી છે. તેમ છતાં તેમના પરની જવાબદારી ઓછી થતી નથી. પરિસ્થિતિ એ છે કે અનિલ અંબાણી પાસે દેવામાંથી બહાર આવવાનો કોઈ રસ્તો નથી. હવે આ બંને ભાઈઓ વચ્ચેની દુશ્મનીનો ફાઈનલ સીન છે. ઇતિહાસનાં પાનામાં નોંધાનારૂ આ દ્રશ્ય છે.
મુકેશ અંબાણીની 2018માં કુલ 43 અબજ ડોલરની સંપત્તિ હતી, જે હાલમાં 56.5 અબજ ડોલર છે. સપ્ટેમ્બર 2019 સુધીમાં, અનિલ અંબાણી પર 12.40 અબજ ડોલરનું દેવું હતું. અનિલ અંબાણીએ ગયા અઠવાડિયે UKની કોર્ટમાં કહ્યું હતું કે, અત્યારે તેમની કુલ નેટવર્થ ઝીરો છે. ગુરુવારે અનિલ અંબાણી 61 વર્ષના થયા. 2008માં તે 42 અબજ સાથે વિશ્વના અબજોપતિ ક્લબનો ભાગ હતા.
બુધવારે રાઇટ્સ ઇશ્યૂ સફળ, શુક્રવારે અંતિમ મૂડી ઉભી કરી
તમામ ખાનગી ઇક્વિટી અને અન્ય રૂટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું ડિસેમ્બર સુધીમાં ઉતારી દેવામાં આવશે. બુધવારે રાઇટ્સ ઇશ્યૂથી રૂ. 53,125 કરોડની લોન ભરપાઈ કરવાની રકમ ભેગી કર્યા બાદ શુક્રવારે અંતિમ સોદો કરવામાં આવ્યો હતો. દુબઈના મુબાદલાએ જિયોમાં 1.85% હિસ્સો રૂ. 9,093 કરોડમાં ખરીદ્યો છે. તે સાચું છે કે કોરોના વાયરસથી અન્ય મોટી સમૃદ્ધ કંપનીઓની જેમ રિલાયન્સના શેરને પણ નુકસાન થયું છે. ખાસ કરીને તેલની કિંમતોમાં ઘટાડાને કારણે. પરંતુ તે પણ સાચું છે કે તેના સ્ટોકની ખોટ છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ રિકવર થઈ છે. આમ ફેસબુકને 5.7 અબજ ડોલરમાં વેચવામાં આવેલા જિઓના હિસ્સાને કારણે થયું છે.

બદલાતા સમય પ્રમાણે ખુદ મુકેશ અંબાણી બદલાયા છે
પોતાના નસીબના ભરોસે મુકેશે સફળતાનો નવો અધ્યાય લખ્યો છે. અગાઉ, તે હંમેશા મીડિયા અને ફોટોગ્રાફરોથી દુર ભાગતા હતા અને ભાગ્યે જ ઇન્ટરવ્યુ આપતા હતા. પરંતુ હવે તેઓ ખૂબ બદલાયા છે. માત્ર મીડિયામાં જ નહીં પણ તેમની પોતાની ઇવેન્ટ્સમાં તેઓ તેમના બિઝનેસને પ્રમોટ કરતાં જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અથવા દાવોસ જેવા આંતરરાષ્ટ્રીય પરિષદોમાં નિયમિત પેનલિસ્ટ તરીકે પણ ભાગ લે છે. માત્ર મુકેશ જ નહીં, તેમની પત્ની નીતા અંબાણી પણ મુંબઈના ઉચ્ચ વર્ગમાં ખૂબ સક્રિય થઈ ગયા છે. કોરોના આવ્યો તે પહેલા સુધી મુકેશ અંબાણીની 27 માળના આલિશાન એન્ટિલિયામાં કઈ ને કઈ મોટા આયોજનો થતા રહ્યા છે.

શારીરિક રીતે સ્વસ્થ અનિલ વધુ ધાર્મિક બની રહ્યો છે
અનિલ, તેનાથી વિપરિત, લગભગ સંપૂર્ણ રીતે મુસીબતોથી ઘેરાયેલા છે. તંદુરસ્ત ઉત્સાહી અનિલની શારીરિક સ્થિતિ વધુ સારી છે. સવારે 10 માઇલ ચાલે છે. તેમને ઓળખનારા લોકો કહે છે કે અનિલ વધુ ધાર્મિક બન્યો છે અને તે તેની માતા સાથે હિન્દુ ધર્મસ્થાનોમાં પૂજા કરી રહ્યો છે. અનીલ તેના મિત્રોને કહે છે કે, આધ્યાત્મિક ઉન્નતિની તુલનામાં ભૌતિક સફળતા ખોટી છે.

અનિલ પુનરાગમન માટે 14 કલાક કામ કરી રહ્યા છે
અનિલ હજી પણ વસ્તુઓ સુધારવા પ્રયાસ કરી રહ્યો છે. અને કંપનીઓને બચાવવા અને તેમની બાકીની સંપત્તિને સુરક્ષિત રાખવા માટે આ માટે દિવસના 14 કલાક કામ કરે છે. પરિસ્થિતિથી વાકેફ વ્યક્તિ અનુસાર, અનિલને નાદારી જાહેર કરવાની અને નવી શરૂઆત કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ અનિલે આ વાતનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ પુનરાગમનની તકને દૂર કરશે.

એક ડઝનથી વધુ લેણદારો અનિલનો પીછો કરી રહ્યા છે
ડિફેન્સ કોન્ટ્રાક્ટ કરનારી અનિલની એક કંપની પણ નાદારી હેઠળ આવી છે. 1 સપ્ટેમ્બરના રોજ શેરહોલ્ડરની મીટિંગમાં વકીલે કહ્યું કે અનિલના ધંધામાં પૈસા મૂકીને તેણે બધું ગુમાવ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે તે તેની વિરુદ્ધ કાયદાકીય પગલા ભરવાનું વિચારી રહ્યા છે. આજકાલ એક ડઝનથી વધુ લેણદારો અનિલની પાછળ પડ્યા છે. તેમાંથી ત્રણ ચીનની સરકારી બેંકોનું એક જૂથ છે જેણે 2012માં રિલાયન્સ કમ્યુનિકેશને પોતાનું નવું નેટવર્ક બનાવવા માટે 925 મિલિયન આપ્યા હતા. આ બેન્કોએ તાજેતરમાં લંડનમાં અનિલ વિરુદ્ધ દાવો કર્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે તેઓએ વ્યક્તિગત રીતે લોનની ગેરેંટી આપી હતી.

ક્યારેય વ્યક્તિગત ગેરંટી આપી નથી: અનિલ અંબાણી
ફેબ્રુઆરીની સુનાવણીમાં અનિલે દલીલ કરી હતી કે તેણે ક્યારેય વ્યક્તિગત ગેરંટી ઓફર કરી નથી અને તેની પાસે બેન્કોને આપવા માટે કંઈ નથી. તેમણે કહ્યું કે, તેમની હાલની વ્યક્તિગત સંપત્તિ 90 લાખ ડોલર છે, જે 30 કરોડ ડોલરથી વધુની લોન સામે નિર્ધારિત કરવામાં આવી છે. જજ ડેવિડ વેક્સમેને જોકે શંકા વ્યક્ત કરી કે, અનિલની આર્થિક સ્થિતિ ખરેખર આટલી ભયંકર છે. વેક્સમેને કહ્યું, એક ખાનગી જેટ, એક યાટ અને 11-કાર વાળી મોટર પૂલ જોતાં તેઓ નથી માનતા કે અનિલ ફ્રેન્ક થયા છે. વળી, જજે કહ્યું કે મુકેશ તરફથી હંમેશાં ઘણી મદદની સંભાવના હતી.

અદાલતમાં વાંચેલા નિવેદનમાં અનિલે આ અંગે અસંમતિ વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે ભાઈ પાસેથી મળેલી સહાય પુનરાગમન કરવા યોગ્ય નથી. તેમણે કહ્યું, હું પુષ્ટિ કરું છું કે મેં તપાસ કરી છે, પરંતુ હું બહારના સોર્સમાંથી પૈસા એકત્રિત કરવામાં અસમર્થ છું.
અલગ થયા પછી અંબાણી પરિવારમાં સૌથી મોટું આયોજન
ગયા વર્ષે માર્ચમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથેના લગ્ન ઇતિહાસનાં પાનામાં નોંધાયા હતા. આ એક એવા લગ્ન છે, જેને મોટા-મોટા પંડિતો હંમેશા યાદ રાખશે. લગ્ન સમારંભની શરૂઆત સ્વિસ આલ્પમાં થઈ, દેશભરમાંથી પસંદગીના મહેમાનો તેમના ખાનગી વિમાનથી સેન્ટ મોર્ટિઝ પહોંચ્યા. આ લગ્ન દંપતીને આશીર્વાદ આપીને તેણે તેને યાદગાર બનાવ્યું. આ પછી, બધા મહેમાનો પાછા મુંબઇ આવ્યા અને ત્રણ દિવસ સુધી ભવ્ય રિસેપ્શન ચાલ્યું. જેમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલા દેશભરના તમામ શુભેચ્છકોએ ઉપસ્થિત રહીને વર-કન્યાને આશીર્વાદ આપ્યા હતા.

પાછળથી આ ભવ્ય લગ્નની ચર્ચાઓ અખબારોમાં મુખ્ય મથાળા બની હતી. રિસેપ્શનમાં ખાસ કારીગરોએ બનાવેલી મોરની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહી. આ બધા સિવાય કન્વેન્શન સેન્ટરની વચ્ચે રાખેલી ભગવાન શ્રીકૃષ્ણની વિશાળકાય પ્રતિમાએ સૌને અભિભૂત કરી દીધા હતા.
લગ્નમાં કરોડો ડોલર ખર્ચ કર્યા પણ મુકેશ માટે તે પોકેટ મની જેવું છે
લગ્ન એટલા મોંઘા હતા કે તેમાં અબજો ડોલરનો ખર્ચ થયો. મુકેશ અંબાણી જેવી સમૃદ્ધ હસ્તીઓ માટે તે પોકેટ મની બરાબર હતું. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ છે, જે ઓઇલ રિફાઇનરી, કેમિકલ પ્લાન્ટ, સુપર માર્કેટ અને એશિયાના સૌથી મોટા મોબાઇલ નેટવર્ક જિયોને કંટ્રોલ કરે છે. બ્લૂમબર્ગના બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ વ્યક્તિગત સંપત્તિ 53 અબજ ડોલર છે જે તેમને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું ગૌરવ આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી તેમને ભારતના સૌથી શક્તિશાળી નાગરિક તરીકે પણ માનવામાં આવે છે.

વિશ્વમાં ભાઈઓની સૌથી મોંઘી દુશ્મનાવટમાં મુકેશ અંબાણીની જીત થઇ
લગ્ન શરૂ થતાં જ મુકેશનો નાનો ભાઈ અનિલ અંબાણી પણ મહેમાનોને આવકારવા લગ્ન સમારોહમાં જોડાયો હતો. સંપૂર્ણ વિશ્વાસ સાથે નાના ભાઈએ બધી જ પારિવારિક ફરજો નિભાવી. ઉપસ્થિત મહેમાનો પણ આથી સંતુષ્ટ હતા. અનિલ અંબાણીએ આકાશને લગ્ન અને અન્ય કાર્યો દરમિયાન કેવી વર્તણૂક કરવી તે અંગેની કેટલીક ટીપ્સ આપી હતી. લગ્ન તે સમયે થઈ રહ્યા હતા જ્યારે અનિલ અંબાણીને કોર્ટમાં કેસ હાર્યા પછી દસ દિવસમાં 80 મિલિયન ડોલરનું દેવું ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે પણ નક્કી હતું કે જો તે સમયસર રકમ જમા કરાવવામાં નિષ્ફળ જશે તો તેને જેલમાં જવું પડશે.

અંબાણી પરિવારની સાખ પર આંચ ન આવે, કોકિલાબેને પહેલ કરી
કોઈ પણ ભારતીય ઉદ્યોગ સમુદાય સામે આ સૌથી મોટો દંડ માનવામાં આવતો હતો. તે જ સમયે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ઘણા અઠવાડિયાથી તેની વચ્ચે કેવી રીતે વ્યવહાર કરવો તેની ચર્ચા કરી રહ્યા હતા. અંતે, બંનેની માતા કોકિલાબેને દરમિયાનગીરી કરી અને મોટા ભાઈને અંતિમ સમાધાન શોધવા કહ્યું કે જે બંને ભાઈઓ અને અંબાણી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચાડે. પરંતુ મુકેશ તેના દેવાદાર ભાઈને જેલમાંથી બચાવવાના મૂડમાં નહોતો. કારણ કે બદલામાં અનિલે કોઈ કોલેટરલ આપ્યું ન હતું.

બિઝનેસ સામ્રાજ્યને અલગ કરીને બંને ભાઈઓ વ્યાવસાયિક દુશ્મન બન્યા
બંને ભાઈઓ વચ્ચેની છેલ્લી મિનિટની વાતચીતને ભારતીય બિઝનેસ જગતના ઇતિહાસમાં એક કુટુંબમાંથી છુટા પડવા અને બચવા તરીકે યાદ કરવામાં આવશે. અંબાણી બંધુઓએ એક બીજાના ભાગીદાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જેનું નામ અનિલ અંબાણીએ એક વિચાર અને બે સંસ્થાઓ રાખ્યું હતું. પરંતુ ધીરુભાઇ અંબાણીના અવસાન બાદ બંને ભાઇઓ વચ્ચે ટકરાવ વધી ગયો હતો.

શરૂઆતમાં, તેઓએ તેમના સંબંધિત વ્યવસાય સામ્રાજ્યોને અલગ કર્યા અને પછીથી એક બીજાના વ્યવસાયિક દુશ્મન બન્યા. ત્યારથી, આ બંને ભાઈઓ વચ્ચેની દુશ્મની ભારતના અર્થતંત્રના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાય તેવો અધ્યાય બની ગયો છે.
નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યા પછી મુકેશ વધતો રહ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુ રાષ્ટ્રવાદના નેતા તરીકે 2014માં દેશનું શાસન સંભાળ્યા પછી મુકેશ અંબાણીનું નસીબ અચાનક વધવા લાગ્યું. જ્યારે અનિલ અંબાણી સહિત અન્ય ઉદ્યોગપતિઓની સંપત્તિ અને વ્યવસાય ઘટવા લાગ્યા. આ અંગે જ્યારે અનિલ અંબાણી, મુકેશ અંબાણી અથવા તેમની કંપનીઓના વડાઓ પાસેથી કોઈ કોમેન્ટ માંગવામાં આવી ત્યારે કોઈએ પ્રતિક્રિયા આપી ન હતી.

કોર્ટની તારીખ સુધી બંને ભાઈઓ વચ્ચે સમાધાન થઈ શક્યું ન હતું. જોકે અંબાણી પરિવારને નજીકથી જાણતા લોકો એમ કહેતા રહ્યા કે બંને ભાઈઓ વચ્ચે વાતચીત સ્વચ્છ વાતાવરણમાં થઈ રહી છે, પરંતુ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે કે આ કંઈ નથી. બાદમાં અનિલ અંબાણીએ મુકેશ અંબાણીની મદદ માંગવી પડી.\
ધીરુભાઇએ ગ્રાહકની નાડ પારખીને કંપની શરૂ કરી
અંબાણી ભાઈઓની વાર્તા કોઈ પરીની વીંટી જેવી લાગે છે. જેણે ગુજરાતના નાના શહેરમાં ગેસ સ્ટેશન પર એટેન્ડન્ટ તરીકે કામ કરનારા ધીરુભાઈએ 1970ના દાયકાની શરૂઆતમાં કન્ઝ્યુમર માર્કેટની નાડ પારખી લીધી હતી. જ્યારે તેઓએ નાયલોન, પોલિએસ્ટર અને અન્ય કૃત્રિમ સામગ્રીની સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું ત્યાર આ બધું ભારતમાં ખુબા જ ઓછુ મળતું હતું. તેમણે 1973માં ટ્રેડિંગ હાઉસ તરીકે રિલાયન્સની સ્થાપના કરી અને ધીરે ધીરે તેનું કામ વિસ્તૃત કર્યું અને તેને ફાઇબર મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું. આ પછી, તે ઓઇલ રિફાઇનરીના ક્ષેત્રમાં આવ્યા અને 80ના દાયકાના અંત સુધીમાં આ કંપની બજારમાં છવાઈ ગઈ હતી. તે કેમીકલની એકમાત્ર ઉત્પાદક કંપની બની ગઈ હતી.

બ્યુરોક્રેટ્સ સાથે સંબંધ બનાવીને ધીરુભાઇએ ધંધો વધાર્યો
વ્યવસાયની દુનિયામાં ધીરુભાઇ અથવા ધીરાજ લાલ શરૂઆતમાં માત્ર એક જ ફેક્ટરીના સંચાલક તરીકે જાણીતા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં, ભારતમાં કંપનીઓ અને કહેવાતા લાઇસેંસ રાજનો મોટો ભય હતો. આ ઉપરાંત, ક્વોટા, પરમિટ અને આયાતમાં ભાવ નિયંત્રણ જેવા પરિબળો અર્થતંત્રને અટકાવી રહ્યા હતા. ધીરુભાઈની સૌથી ખાસ વાત એ હતી કે તે હંમેશાં લોકો કરતા એક પગથિયું આગળ વિચારતા હતા.

શરૂઆતના દિવસોમાં રિલાયન્સમાં કામ કરતા લોકોના જણાવ્યા મુજબ ધીરુભાઇએ દિલ્હીની બહાર ઓફિસ બિલ્ડીંગ બનાવી જેમાં તેમણે નિવૃત્ત અમલદારોને નોકરીએ રાખ્યા. તેમણે વરિષ્ઠ અધિકારીઓનાં બાળકોને ટ્રેક કર્યા જેથી તેમને રિલાયન્સ દ્વારા ભંડોળ પૂરું પાડવા અને વિદેશ અભ્યાસ માટે મોકલી શકાય.
દિવાળીની મીઠાઈ અને સોનાના સિક્કાની પરંપરા
રિલાયન્સના એક ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન પસંદગીના મંત્રાલયોના અધિકારીઓને મીઠાઈના ડબ્બા અને સોના-ચાંદીના સિક્કા મોકલવાની પ્રથા શરુ થઇ. આ રીતે બાબુઓને ઓબ્લાઇજ કરી તેના સિનિયર બાબુ કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે તેની જાણકારી મેળવી લેતા હતા અથવા તેમના મનમાં શું ચાલે છે તે જાની લેતા હતા. મુકેશ અંબાણીનો જન્મ 1957માં અને અનિલ અંબાણીનો જન્મ 1959માં થયો હતો. ધીરુભાઈએ તેમને ઉછેરમાં કોઈ કસર છોડી ન હતી અને નાનપણથી જ ધંધાની દુનિયામાં સફળતાના બીજ રોપ્યા હતા.

અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે સપ્તાહના અંતિમ દિવસોમાં, તેમના પિતા બંને ભાઈઓને ક્યાંક બહાર લઈ જતા હતા અને કંઈક એવું કરવાની વાત કરતા હતા જેનાથી કંઈક ઇન્સેન્ટિવ મળે.
પહેલો પારિવારિક સમારોહ મુકેશના લગ્નમાં યોજાયો
શરૂઆતથી જ કોઈને શંકા નહોતી કે આ બંને ભાઈઓ પછીથી રિલાયન્સનો પારિવારિક વ્યવસાય સંભાળશે. અને એવું જ બન્યું. બંને ભાઈઓએ 25 વર્ષની આસપાસની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મુકેશને રિલાયન્સની ફેસેલીટીઝમાં મેનેજરની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે અનિલ અંબાણીને સરકારી અધિકારીઓ, રોકાણકારો અને પ્રેસ સાથે વ્યવહાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બંનેની ભૂમિકા તેના વ્યક્તિત્વ અનુસાર હતી. મુકેશે હંમેશા ઇન કર્યા વગર શર્ટ પહેરતા હતા અને તેના લગ્ન પણ 27 વર્ષની ઉંમરે પિતા દ્વારા પસંદ કરાયેલી પુત્રવધુ સાથે થયા હતા.

અનિલ ફેશનેબલ હતો, મુકેશ અંબાણી સાદા હતા
શરૂઆતના દિવસોમાં, મુકેશ મોટાભાગની સાંજે ઘરે હિન્દી સિનેમા જોતા. જ્યારે અનિલ અંબાણી સારી રીતે તૈયાર થઇ સારા શૂટ અને સારી હેરસ્ટાઇલમાં રહેતા હતા. સાથે જ અનીલે બોલિવૂડના દિગ્ગજો સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું. તે ક્યારેક તેઓને કોર્પોરેટ જેટમાં લિફ્ટ આપતો. જ્યારે અનિલ અંબાણીએ 31 વર્ષની વયે ટીના સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તેમના માતાપિતાએ જાહેરમાં આ લગ્ન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

એક તરફ, મુકેશ અંબાણી જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળ્યા હતા, બીજી તરફ, અનિલ અંબાણી લગભગ દર વર્ષે રિલાયન્સ હેડક્વાર્ટરમાં પત્રકારો સાથે વ્યસ્ત રહેતા હતા. તેઓ કંપનીની દશા અને દિશાની ચોકમાં ઉભા રહી ચાટ ખાતા ખાતા પણ કરી લેતા હતા.
ધીરુભાઇ જીવતા હતા ત્યાં સુધી દબાયેલો રહ્યો અણબનાવ
2001 સુધીમાં, રિલાયન્સ કોર્પોરેટ જગતની એક મોટી હસ્તી બની ગઈ હતી અને નાણાકીય સેવાઓ, વીજળી ઉત્પન્ન અને ટેલિકમ્યુનિકેશન્સ તેમજ ઓઇલ રિફાઇનિંગ કામગીરીમાં તેનો ફેલાવો એટલો વધી ગયો હતો કે તેની સીધી અસર રાષ્ટ્રીય વેપાર ખાધ પર પડી હતી. બંને અંબાણી ભાઈઓ વચ્ચે સંઘર્ષ અથવા અણબનાવના સમાચારો તેમના પિતા જીવતા રહ્યા ત્યાં સુધી દબાયેલી રહી. પરંતુ 2002માં, ધીરુભાઇના 69 વર્ષની વયે અચાનક અવસાન થતાં આવનારા સમયની આહટ સંભળાવા લાગી હતી. કારણ કે તેઓએ તેમના ઉત્તરાધિકારી અંગે નિર્ણય લીધો ન હતો. ધીરુભાઇના હૃદયમાં શું છે તે લોકોને ખબર પણ નહોતી.

જ્યારે મુકેશ અધ્યક્ષ અને અનિલ વાઇસ ચેરમેન બન્યા
બંને ભાઈઓએ ઉમરને ધોરણ બનાવ્યું અને તે મુજબ મુકેશ રિલાયન્સના ચેરમેન અને અનિલ વાઇસ ચેરમેન બન્યા. ધીરે ધીરે, આ બંનેમાં તિરાડો વધતી ગઈ. બધાને લાગ્યું કે બંને પોતપોતાના સ્તરે સ્વતંત્ર નિર્ણય લઈ રહ્યા છે. અનિલ અંબાણીએ તેમની સલાહ લીધા વિના વીજ ઉત્પાદન પ્રોજેક્ટની જાહેરાત કરી ત્યારે મુકેશ સૌથી વધુ ગુસ્સે થયા. અનિલ અંબાણીને ત્યારે ગુસ્સે ભરાયા હતા જ્યારે મુકેશ અંબાણીએ રિલાયન્સના શેર અને તેના મેનેજમેન્ટમાં કુટુંબનો હિસ્સો કહ્યા વિના રી-સ્ટ્રક્ચર કર્યો હતો. મુકેશે પોતાને એક નિર્વિવાદ બોસ માનવાનું શરૂ કર્યું. જ્યારે અનિલ પોતાને કોઈથી ઓછું માનતા ન હતા.

ધીરુભાઇના અવસાન બાદ વિવાદ જાહેર થયો
રિલાયન્સના બોર્ડ દ્વારા દરખાસ્ત પસાર કરાઈ ત્યારે ધીરુભાઇના મૃત્યુના બે વર્ષ બાદ બંને ભાઇઓ વચ્ચેની તકરાર જાહેર થઈ હતી. એવું કહેવામાં આવતું હતું કે અનિલ અંબાણી હવે ચેરમેનના અધિકાર હેઠળ તમામ કામ કરશે. અનિલ સાથે સંકળાયેલા વ્યવસાયિક મિત્રોના જણાવ્યા મુજબ અનિલને આ વાત ખટકી ગઈ અને અપમાન માન્યું. આનાથી અંબાણી પરિવારમાં એક પ્રકારે ગૃહયુદ્ધ શરુ થઇ ગયું.

જ્યારે નાણામંત્રીએ દખલ કરવી પડી હતી
એકવાર, અનિલ અંબાણીએ રિલાયન્સના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટમાં સહી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે તેમાં બધા ખુલાસા અડધા અધૂરા છે. એક સમય એવો હતો જ્યારે ભારતના નાણાંમંત્રીને અપીલ કરવી પડી હતી કે બંને ભાઈઓએ તેમના મતભેદોનું સમાધાન કરવું જોઈએ. મામલો થાળે પડતાં પરિવારના વડા કોકિલાબેન બચાવમાં આવ્યા હતા. 2005માં, તેમણે એક નિવેદન બહાર પાડ્યું હતું કે બંને ભાઈઓએ પારસ્પરિક સંમતિથી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને પૂર્ણ કરવા માટે આ મામલો ઉકેલી લીધો છે.

2007માં અનિલ દેશના ત્રીજા સૌથી અમિર ઉદ્યોગપતિ બન્યા
મુકેશને ધીરે ધીરે વધી રહેલા રિફાઇનરી અને પેટ્રો કેમિકલ બિઝનેસમાં હક મળ્યા. જ્યારે અનિલને લાંબા ગાળાની ફાઇનાન્સિયલ સર્વિસીસ, વીજ ઉત્પાદન અને ટેલિકમ્યુનિકેશન્સનું સામ્રાજ્ય મળી ગયું છે. આ ભારતના કોર્પોરેટ જગતનું સૌથી મોટું વિભાજન હતું. 2007માં ફોર્બ્સ આઈડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, અનિલની કુલ સંપત્તિ ત્રણ ગણી વધીને 45 અબજ ડોલર થઈ ગઈ છે, જેથી તે દેશના ત્રીજો સૌથી ધનિક નાગરિક બન્યા છે. તે જ સમયે, તેના ભાઈ મુકેશની કુલ સંપત્તિ 49 અબજ ડોલર હતી. પોતાના હાથમાં આટલા રૂપિયા જોઈ અનિલે ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવ્યો, જેમાં તેણે સ્ટીવન સ્પીલબર્ગને ટેકો આપ્યો.

અનિલની સમસ્યાઓની શરૂઆત ફિલ્મ જગતથી થઈ હતી
કેટલીક વાર અનિલ અંબાણી ફિલ્મના સ્ક્રીન માટે મુંબઇના તમામ ચુનંદા લોકોને તેમના ઘરે બોલાવતા હતા. જ્યારે મુકેશ તમામ બાબતોથી દૂર હતા. આ સિલસિલો દસ વર્ષ સુધી ચાલુ રહ્યો. પરંતુ પછીથી અનિલે ધંધામાં મુશ્કેલીઓ શરુ થઇ. પાવર પ્રોજેક્ટ્સ નિષ્ફળ થવા લાગ્યા. તેઓએ ફરીથી રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ નેટવર્ક સ્થાપિત કરવું પડ્યું. તે જ સમયે, મુકેશ અંબાણીની કંપની, જે તે સમયે 40 અબજ ડોલર કમાતી હતી, તેમણે આમાં એક તક જોઈ. આ તે સમય હતો જ્યારે મુકેશની નજર ટેલિકમ્યુનિકેશન્સ બિઝનેસ પર પડી.

2016માં જિયોની લોન્ચિંગે બીજી RILનો પાયો નાખ્યો
જ્યારે ભારતની અડધી વસ્તી પાસે મોબાઇલ ફોન હતો ત્યારે 2016માં, તેઓએ જિયોને લોન્ચ કરી અને બીજી કંપનીઓની તુલનામાં સૌથી સસ્તી ટેરિફ રજૂ કરી. લોકાર્પણ દરમિયાન, મુકેશે કહ્યું હતું કે મોબાઈલ ઇન્ટરનેટ એ માનવ વિકાસનું એક મોટું સાધન બનશે અને અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ કે 125 કરોડની વસ્તીના વિકાસમાં ભાગીદાર બનવા જઈ રહ્યા છીએ.

RILનો પાયો નાખીને ધીરુભાઈએ આ જ પ્રયોગ કર્યો હતો. આજે RIL દેશની સૌથી મોટી કંપની છે, જ્યારે જિઓનું વેલ્યુએશન ફક્ત ચાર વર્ષમાં રૂ. 5 લાખ કરોડથી વધુ થઈ ગયું છે.
જિયોની સફળતાથી ધીરુભાઈના શરૂઆતના દિવસો યાદ આવી ગયા
મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયોનું લોકાર્પણ અને સફળતા મને ધીરુભાઇના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. જિયોનું સ્પેક્ટ્રમ ઓછી જાણીતી કંપની ઇન્ફોટેલ બ્રોડબેન્ડે ખરીદ્યું હતું. મુકેશે થોડી જ કલાકોમાં આ કંપનીને હસ્તગત કરી લીધી. ત્રણ વર્ષથી ઓછા સમયમાં, ટ્રાઇએ નિયમોમાં ફેરફાર કર્યા અને કહ્યું કે ડેટા સાથે વોઈસ કોલ્સ માટે સ્પેક્ટ્રમનો ઉપયોગ થવો જોઈએ. જો હરાજી સમયે આ જોગવાઈ કરવામાં આવી હોત, આ જોગવાઈ ઓક્શન સમયે થઇ હોત તો ઓડિટર્સનું માનવું છે કે તેની કુલ કિંમત 2.7 અબજ ડોલરથી વધારે હોત.

શરૂઆતમાં, તે બીટા પરીક્ષણ દરમિયાન ગ્રાહકો માટે મફત હતું. જેના કારણે અન્ય નેટવર્ક પ્રોવાઇડર્સે જિયો પર અવ્યવહારુ રીતે વેપાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, જિયોએ આ આરોપને નકારી દીધો હતો. પરંતુ પરિણામે, સેલ્યુલર ઓપરેટરોમાં પ્રાઈસ વોરની શરૂઆત થઈ ગઈ હતી. અનિલની માલિકીની રિલાયન્સ ઇન્ફોકોમ, જે પહેલાથી જ સંકટમાંથી પસાર થઈ રહી હતી, તે વધારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ.
મુકેશે અનિલને ટેલિકોમનો હરીફ માન્યો
મુકેશની વ્યૂહરચનાથી વાકેફ વ્યક્તિ અનુસાર, તે જાણતો હતો કે જિયો તેના ભાઈની ટેલિકોમ કંપનીને કચડી નાખશે. આ વ્યક્તિના કહેવા મુજબ, મુકેશ અંબાણીએ અનિલને નાના ભાઈ તરીકે નહીં પરંતુ હરીફ તરીકે જોયો હતો. પરિણામ એ આવ્યું કે જિયો આકાશને આંબી ગઈ અને રિલાયન્સ કમ્યુનિકેશને 2019માં નાદારી માટે અરજી કરવી પડી. આ કેસ કોર્ટમાં પહોંચ્યા પછી ઉદ્યોગપતિ તરીકે અનિલ અંબાણીની છબીને કલંકિત કરવામાં આવી હતી. અનિલને કસ્ટડીમાં લેવામાં આવે તે પહેલાં સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બંને ભાઈઓ સોદો પર પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદીનું શાશન મુકેશ માટે નસીબદાર સાબિત થયું
જાણકાર લોકો કહે છે કે બદલામાં, અનિલ અંબાણીએ કંપનીની ઓફિસ બિલ્ડિંગની 99-વર્ષની લીઝને સરેન્ડર કરી હતી. અનિલે પ્રેસ નોટમાં કોમેન્ટ કરી મોટા ભાઈને કૌટુંબિક મૂલ્યોના ડિફેન્ડર ગણાવ્યા હતા. પરંતુ તે તેના વિષય પરથી સ્પષ્ટ થતું હતું કે આ પ્રેસ નોટ મુકેશે જારી કરી છે. નરેન્દ્ર મોદીનું શાસન મુકેશ માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થયું છે. કારણ કે મોદી, ભારતને આધુનિક અને રોકાણને અનુકૂળ બનાવવા માંગે છે અને મુકેશની કંપની તેના પર સારી રીતે કામ કરી રહી છે.

મોદીને મળવા મુકેશને કોઈ એપોઇન્ટમેન્ટની જરૂર નથી
નિષ્ણાતો કહે છે કે મુકેશ અંબાણીએ 1990ના દાયકામાં મોદી પાર્ટીના નાના કાર્યકર હતા ત્યારથી તેની સાથે સંબંધ વિકસાવવાના શરુ કર્યા હતા. મુકેશના પારિવારિક મિત્રો પણ નિર્દેશ કરે છે કે મોદીને મળવા માટે મુકેશને ક્યારેય એપોઇન્ટમેન્ટની જરૂર નથી, પરંતુ મોદી સમયાંતરે મુકેશને પોતાના નિવાસ સ્થાને સલાહ માટે બોલાવે છે.

મોદીની રાષ્ટ્રવાદી નીતિઓને મુકેશ આગળ વધારી
ગયા વર્ષે, જ્યારે મોદી સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીર રાજ્યમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લીધો હતો, ત્યારે જ રિલાયન્સે ત્યાં રોકાણની શક્યતાઓને શોધવા માટે તેના ટોચના 25 અધિકારીઓને જમ્મુ-કાશ્મીર મોકલ્યા હતા. મુકેશ હંમેશાં તે જ પહેલ કરે છે જેનો સમાવેશ મોદીની રાષ્ટ્રવાદી નીતિઓમાં થાય છે. મુકેશની ધંધાકીય વર્તુળોમાં સફળતાથી લોકોમાં આનંદ અને ડર બંનેનું વાતાવરણ સર્જાયું છે. મુંબઈમાં તાજેતરમાં સમાપ્ત થયેલી બેઠકમાં એક ખૂબ મોટા વકીલે ભારતના સૌથી ધનિક વ્યક્તિ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું કે દિવાલોને પણ કાન છે.

0 Response to "બે અંબાણી ભાઈઓની કહાની / મુકેશ અંબાણી 22 અબજ ડોલરના દેવામાંથી મુક્ત થઈ રહ્યા છે, અનિલ અંબાણી દેવાળિયા થઈ રહ્યા છે અને અધ્યાત્મનો માર્ગ શોધી રહ્યા છે"
Post a Comment