આગામી અઠવાડિયે ભારતને અમેરિકા પાસેથી મળશે 100 વેન્ટિલેટરની પહેલી ખેપ
Tuesday, 2 June 2020
Comment
બંને નેતાઓ વચ્ચે જી-7 સમિટ, WHOમાં સુધારો, કોરોના સંકટ, ક્ષેત્રીય સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ
વ્હાઈટ હાઉસના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને બંને નેતાઓએ જી-7 સમિટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)માં સુધારો, કોરોના વાયરસનું સંકટ અને ક્ષેત્રીય સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.
વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકા ભારતને 100 ડોનેટેડ વેન્ટિલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવતી વખતે ખુશ હતા તેમ જાહેર કર્યું હતું. વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને જી-7 સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતને તેમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન મોદીએ પણ કોરોના પછીના સમયગાળામાં આ પ્રકારના મજબૂત સંગઠન(જી-7)ની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે આ સંમેલનની સફળતા માટે અમેરિકા અને અન્ય દેશ સાથે મળીને કામ કરે તે પ્રસન્નતાનો વિષય છે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે અમેરિકામાં પ્રવર્તમાન હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સ્થિતિ જલ્દી થાળે પડે તેવી આશા વ્યક્ત કરી હતી.
વાતચીત દરમિયાન ટ્રમ્પે તેઓ ગત ફેબ્રુઆરી મહીનામાં ભારતની મુલાકાતે આવેલા તે યાદ કરી પોતાના ભવ્ય સ્વાગતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ ટ્રમ્પની તે યાત્રાને યાદગાર અને ઐતિહાસિક ગણાવી તેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં ગતિશીલતા ઉમેરાઈ હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગત 16 મેના રોજ તેઓ ભારતને બક્ષિસરૂપે વેન્ટિલેટર્સ આપશે તેમ જાહેર કર્યું હતું અને ટ્વિટમાં તેનો ઉલ્લેખ કરી તેઓ 200 વેન્ટિલેટર્સ આપી શકે છે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:
0 Response to "આગામી અઠવાડિયે ભારતને અમેરિકા પાસેથી મળશે 100 વેન્ટિલેટરની પહેલી ખેપ"
Post a Comment