કચેરીઓમાં માસ્ક પહેરીનેજ એન્ટ્રી, રેસ્તરાંમાં માત્ર 50% ગ્રાહકો નિર્ધારિત અંતરે બેસે; ધાર્મિક સ્થળોએ પણ લોકો વચ્ચે 6 ફુટનું અંતર રહે

કચેરીઓમાં માસ્ક પહેરીનેજ એન્ટ્રી, રેસ્તરાંમાં માત્ર 50% ગ્રાહકો નિર્ધારિત અંતરે બેસે; ધાર્મિક સ્થળોએ પણ લોકો વચ્ચે 6 ફુટનું અંતર રહે

Masked entry into offices, only 50% of customers in restaurants sit at prescribed distances; Religious places also have a distance of 6 feet between people

  • માત્ર એ લોકોને જ કચેરીમાં આવવા મળે જે લોકોમાં કોરોનાવાયરસના લક્ષણો ન હોય
  • ધાર્મિક સ્થળો પર પ્રવેશદ્વારા પર હાથોને સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ, દરેક શ્રદ્ધાળુનું થર્મલ સ્ક્રિનિંગ જરૂરી છે
  • રેસ્તરાંમાં હોમ ડિલીવરીને પ્રોત્સાહન આપવામા આવે, ડિલીવરી કરનારા ઘરના દરવાજે જ પેકેટ મુકે, હેન્ડઓવર ન કરે
નવી દિલ્હી:. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરૂવારે કામકાજને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં કહ્યું છે કે ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકો જેમને પહેલાથી ગંભીર બીમારીઓ છે તેઓ કામ પર જવાનું ટાળે. વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સફાઇ, સેનિટાઇઝેશનની વાત પણ ગાઇડલાઇનમાં કહેવામા આવી છે. તેમાં કહેવામા આવ્યું છે કે કચેરીઓમાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામા આવે. 
કચેરીઓ માટે ગાઇડલાઇન
  • ઓફિસમાં એન્ટ્રી ગેટ પર સેનિટાઇઝર ડિસ્પેન્સર હોવું જરૂરી છે. અહીં જ થર્મલ સ્ક્રિનિંગ કરવામા આવે. 
  • માત્ર એ લોકોને ઓફિસમાં પ્રવેશની મંજૂરી મળે જે લોકોમાં કોરોના લક્ષણો ન હોય.
  • કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા સ્ટાફને સુપરવાઇઝરને તે વાતની જાણકારી આપવી પડશે. તેને ત્યાં સુધી ઓફિસ આવવાની પરવાનગી ન આપવામા આવે જ્યાં સુધી કન્ટેનમેન્ટ ઝોનને ડિનોટિફાય ન કરવામા આવે. 
  • ડ્રાઇવરોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. કચેરીના અધિકારી, ટ્રાન્સપોર્ટ સેવા આપનારા એ વાતની ખાતરી કરે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા ડ્રાઇવર ગાડી ન ચલાવે.
  • ગાડીની અંદર, તેના દરવાજા, સ્ટિયરિગ,ચાવીઓને સંપૂર્ણ ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. તેનુ ધ્યા રાખવામા આવે.
  • ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારી અને પહેલાથી બીમારીનો સામનો કરી રહેલા કર્મચારીનું ધ્યાન રાખો. તેમને એવું કામ ન આપવામા આવે જેનાથી તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે. ઓફિસમાં શક્ય હોય તો લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપો.
  • ઓફિસમાં માત્ર એ લોકોને મંજૂરી આપવામા આવે જેમણે ફેસ માસ્ક પહેર્યું હોય. ઓફિસમાં રહેતી વખતે માસ્ક પહેરવુ જરૂરી છે. 
  • ઓફિસમાં મુલાકાતીઓની એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામા આવે. માત્ર સત્તાવાર મંજૂરી સાથે અને કયા અધિકારીને મળવુ છે તેની જાણકારી આપ્યા બાદ જ વિઝિટરને મંજૂરી આપવામા આવે. તેની પણ સ્ક્રિનિંગ કરવામા આવે. 
  • જ્યાં સુધી શક્ય બને , બેઠકો વીડિયો કોન્ફરન્સિંગથી કરવામા આવે. 
  • ઓફિસમાં કોરોના સંક્રમણથી બચવાના પોસ્ટર, હોર્ડિંગ અલગ અલગ જગ્યાએ લગાવવામા આવે. 
  • ધાર્મિક સ્થળો માટે ગાઇડલાઇન
  • ધાર્મિક સ્થળો પર એક સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થયા. દરેકને એકબીજા સાથે ઓછામા ઓછું 6 ફુટનું અંતર બનાવવું પડશે. 
  • ધાર્મિક સ્થળમાં પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ. દરેક શ્રદ્ધાળુની થર્મલ સ્ક્રિનિંગ જરૂરી છે. 
  • લક્ષણો વિનાના શ્રદ્ધાળુને જ પ્રવેશ આપવામા આવે. જો કોઇને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક અટકાવી દો. 
  • ફેસ માસ્ક પહેરેલા લોકોને જ પ્રવેશ મળશે. 
  • કોવિડ-19થી જોડાયેલી માહિતી વાળા પોસ્ટર, બેનર ધાર્મિક સ્થળના પરિસરમાં લગાવવા પડશે. વીડિયો પણ પ્લે કરવો પડશે. 
  • પ્રયત્ન કરો કે એક સાથે વધારે ભાવિકો ન પહોંચે. સૌને અલગ અલગ કરવાનો પ્રયત્ન કરો. 
  • બૂટ, ચપ્પલ શ્રદ્ધાળુઓને પોતે ગાડીમાં ઉતારવા પડશે. જો એવી વ્યવસ્થા ન હોય તો પરિસરથી દૂર પોતાની દેખરેખમાં રાખવા પડશે. 
રેસ્તરાં માટે ગાઇડલાઇન
  • કન્ટેનમેન્ટ ઝોનમાં રેસ્તરાં બંધ રહેશે. 
  • રેસ્તરાંમાં આવીને જમવાની જગ્યાએ હોમ ડિલીવરીને પ્રાત્સાહન આપવું જોઇએ. ડિલીવરી કરનાર ઘરના દરવાજે પેકેટ છોડી દે, હેન્ડઓવર ન કરે. 
  • હોમ ડિલીવરી પર જતા પહેલા દરેક કર્મચારીની સ્ક્રિનીંગ કરવામા આવે. 
  • રેસ્તરાંના ગેટ પર હેન્ડ સેનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા હોવી જોઇએ. 
  • માત્ર લક્ષણો વિનાના સ્ટાફ અને ગ્રાહકોને રેસ્તરાંમાં પ્રવેશ આપવામા આવે.
  • કર્મચારીઓને માસ્ક લગાવીને અથવા તો ફેસ કવર કરીને જ અંદર એન્ટ્રી આપવામા આવે અને તે કામ દરમિયાન પહેરીને રાખે.
  • કોરોના અંગેના પોસ્ટર લગાવવા પડશે. 
  • રેસ્તરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને સ્ટાફને બોલાવવામા આવે. 
  • હાઇ રિસ્ક વાળા કર્મચારીઓ અંગે ખાસ ધ્યાન રાખવામા આવે. તેમની પાસે વધુ લોકો સંપર્કમા આવે તેવા સ્થળે કામ ન કરાવવામા આવે. શક્ય હોય તો કર્મચારીને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામા આવે.
  • રેસ્તરાં એરિયા, પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામા આવે. 
  • ગ્રાહકોની સંખ્યા વધુ થાય તો તેમને વેઇટિંગ એરિયામા બેસાડવામા આવે. 
  • વોલેટ પાર્કિંગમાં ડ્યૂટી કરતા સ્ટાફને માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ પહેરવા જરૂરી રહેશે. તે સિવાય પાર્કિંગ બાદ કારના સ્ટિયરિંગ, ગેટના હેન્ડલને સેનિટાઇઝ કરવું પડશે. 
  • રેસ્તરાં એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ફ્લોર માર્કિંગ કરવું પડશે. જેતી લોકો નિર્ધારિત 6 ફુટના અંતર સુધી લાઇનમાં ઉભા રહી શકે. 
  • ગ્રાહકોના આવવા અને જવા માટે અલગ અલગ ગેટ હોવા જોઇએ. 
  • રેસ્તરામાં ભોજન આપવા માટે ડિસ્પોઝેબલનો ઉપયોગ કરી શકાય છે. હાથ ધોવા માટે ટુવાલની જગ્યાએ સારી ગુણવત્તાના નેપકિનનો ઉપયોગ કરવો જોઇએ.
  • ટેબલો વચ્ચે પણ યોગ્ય અંતર જરૂરી છે. રેસ્તરામાં 50 ટકા સિટીંગ કેપેસિટીથી વધુ લોકો એકસાથે બેસીને નહીં જમી શકે. 
  • ગ્રાહકો અને રેસ્તરાંને બફેટ સર્વિસ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે. 
  • એલિવેટર્સમાં એકસાથે વધુ લોકોના જવા પર પાબંદી રહેશે. 

0 Response to "કચેરીઓમાં માસ્ક પહેરીનેજ એન્ટ્રી, રેસ્તરાંમાં માત્ર 50% ગ્રાહકો નિર્ધારિત અંતરે બેસે; ધાર્મિક સ્થળોએ પણ લોકો વચ્ચે 6 ફુટનું અંતર રહે"

Post a Comment

Native Banner