અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે

અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આગામી 12 જૂનથી ખુલશે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક-વન તબક્કામાં છે સરકારે વધુ છૂટછાટો અપાતા વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.  

 અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે

આમ તો રાજ્યભરમાં કેટલાક મંદિરો ખોલી દેવાયા છે જ્યારે ગુજરાતનું જ નહીં પણ ભારત ભરનું માનીતું તીર્થસ્થળ અંબાજીનું મંદિર હજી ખોલવામાં આવ્યું નથી.  જોકે માં અંબાના કરોડો ભક્તો માતાજીના દર્શનની રાહ જોઈને બેઠા છે.  તેમાં ખાસ કરીને અંબાજી ખાતે બધુ ભીડભાડમાં કેવી રીતે શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવી શકાય તેની બાબતને લઈ 8 જૂનના બદલે અંબાજી મંદિર આગામી 12 જૂને ખોલવામાં આવશે.  
જોકે હાલમાં અંબાજી મંદિરે યાત્રિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.  એટલું જ નહીં અંબાજી આવતા યાત્રિકો શાંતિપૂર્ણ માહોલમાં સરળતાથી માતાજીના દર્શન કરી શકે તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં યાત્રી કે સૌપ્રથમ સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે લાઈનમાં રહી મંદિરમાં પ્રવેશવાનું રહેશે અને જ્યાં ઊભા કરેલા એક કાઉન્ટર ઉપરથી સેનેટાઈઝર કરાયેલું એક ટોકન લેવું પડશે અને મોઢા ઉપર ફરજિયાત માસ્ક બાંધીને મંદિરમાં પ્રવેશ મળશે.  જ્યાં પોતાના હાથ પણ સનરાઈઝ કરવા પડશે અને પછી લાઈનમાં મંદિરમાં જવા મળશે.
આ દરમિયાન કુલ ત્રણ જગ્યાએ સેનેટાઈઝ થયા બાદ આરોગ્યની ટીમ દ્વારા ઓટોમેટીક થર્મસ સ્ક્રેનિંગ મશીનમાંથી પસાર થવું પડશે.  જ્યાં હાથ ધોઈ પછી જ આગળ વધી શકાશે. યાત્રિકો દ્વારા ખરીદાયેલા પ્રસાદ પૂજાપો મંદિરના અંદર લઈ જઈ શકે નહીં. તેના બદલે માતાજીના દર્શન પૂર્વે બહારે કાઉન્ટર ઉપર પોતાનું પ્રસાદ પૂજાપો જમા કરાવવા નો રહેશે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે આગળ વધી શકાશે.  માતાજીના દર્શન કર્યા બાદ તે જ રીતે પરત શક્તિ દ્વારથી બહાર જઇ શકશે મંદિરના વહીવટદાર એસ જે ચાવડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં હાલ તબક્કે મોહનથાળનો પ્રસાદ પણ વહેંચવામાં નહીં આવે. જ્યારે મંદિર સંચાલિત સાડી કેન્દ્ર પણ બંધ રહેશે. અંબાજી મંદિરમાં હાલ તબક્કે કોઈપણ જાતના હોમ હવન કરી શકાશે નહીં.  જ્યારે ખાસ કરીને અંબાજી મંદિરે 65 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો, સગર્ભા બહેનો તેમજ દસ વર્ષથી નાના બાળકો હાલ આવા સંજોગોમાં દર્શને ના આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.

કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત

અંબાજી મંદિર સંચાલિત ટોકન દરે ચાલતી ભોજનાલય પણ ચાલુ કરવામાં આવશે નહીં. જ્યારે માતાજીના ગર્ભગૃહ માં  વી આઇ પી દર્શન પણ બંધ રહેશે. તેમજ મંદિરમાં થતી આરતીનો લાભ પણ યાત્રિકો લઇ શકશે નહીં.  અંબાજી પહોંચેલા યાત્રિકો ત્રણ ટાઈમ દર્શનનો લાભ લઇ શકશે. જેમાં સવારે 7.30 થી 10.45  સુધી, બપોરે 1.00 નથી 4.30, કલાક સુધી અને સાંજે મંદિર 7.30 થી 8.15 સુધી મંદિર ખુલ્લુ રહેશે. આમ હાલ તબક્કે અંબાજી મંદિરમાં  સમગ્ર દિવસ દરમિયાન 2800 જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શનનો લાભ લઇ શકશે.

લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો



અંબાજી મંદિર સંપૂર્ણ lockdown દરમિયાન 85 દિવસ મંદિર બંધ રહ્યા બાદ આગામી 12 જૂને માતાજી ના દર્શનનો લાભ ફરી માઈ ભક્તોને મળી શકશે ત્યારે અંબાજી આવતા યાત્રિકો પણ સંયમતા કેળવી શાંતિપૂર્ણ રીતે મંદિર પરિસરમાં કોઈપણ જગ્યાએ અડક્યા વગર માતાજીના દર્શનનો લાભ લે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.

0 Response to "અંબાજી મંદિરમાં તમામ તૈયારીઓ પૂર્ણ, હવે 12 જૂનથી માતાના ભક્તો દર્શન કરી શકશે"

Post a Comment

Native Banner