કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત
Tuesday 9 June 2020
Comment
આ સમાચાર કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતની વાત હોઈ શકે છે. છેલ્લા પાંચ મહિનાથી વૈજ્ઞાનિકો કહેતા રહ્યાં કે અનેક દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા નથી. આથી આપણે હંમેશા ડરના માહોલમાં જીવી રહ્યાં હતાં. પરંતુ હવે એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું છે કે જેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા ન મળતા હોય તેવા લક્ષણો વગરના દર્દીઓથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ ઓછું રહેલું છે.
નવી દિલ્હી: આ સમાચાર કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે રાહતની વાત હોઈ શકે છે. છેલ્લા પાંચ મહિનાથી વૈજ્ઞાનિકો કહેતા રહ્યાં કે અનેક દર્દીઓમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળતા નથી. આથી આપણે હંમેશા ડરના માહોલમાં જીવી રહ્યાં હતાં. પરંતુ હવે એક રાહતભર્યા સમાચાર આવ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કહ્યું છે કે જેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા ન મળતા હોય તેવા લક્ષણો વગરના દર્દીઓથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખુબ ઓછું રહેલું છે.
લૉકડાઉનમાં પારલે-જીએ એટલા બિસ્કિટ વેંચ્યા કે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો
WHOએ આપી જાણકારી
WHOમાં કોરોના વાયરસની ટેક્નિકલ ટીમના પ્રમુખ મારિયા વેન કેરખોવે સોમવારે રાતે બ્રિફિંગ દરમિયાન ખુલાસો કર્યો કે કોરોના વાયરસના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓથી બીજાને ચેપ લાગવાનું જોખમ ખુબ ઓછુ રહેલું છે. મારિયાનું કહેવું છે કે WHOએ દુનિયાના વિભિન્ન દેશોમાં થયેલા રિસર્ચના આધારે માન્યું છે કે જે લોકોમાં કોરોના વાયરસ કે ફ્લુ જેવા લક્ષણો જોવા મળે તેમનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ વધુ રહેલું છે.
ICMRનો રિપોર્ટ પણ આપણા માટે રાહતભર્યો
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જે જિલ્લાઓમાં વધારે કેસ છે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તેમાં રહેતી 15-30 ટકા વસ્તી કોવિડ 19ના ચેપથી ગ્રસ્ત છે પંરતુ રાહતની વાત પણ છે કે તેઓ આપોઆપ સાજા થઈ રહ્યાં છે.
આરોગ્ય સેતુ પર નિર્ભરતા પણ આ જ કારણસર વધુ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે લક્ષણો વગરના કોરોના દર્દીઓથી સંક્રમણ ઓછું ફેલાવવાની વાત રાહતવાળી બની શકે છે. હકીકતમાં હાલ મોટાભાગના ભારતીયો આરોગ્ય સેતુ એપ એટલા માટે જ ડાઉનલોડ કરી છે કારણ કે લક્ષણો વગરના કોરોના દર્દીઓથી પણ સાવધાન રહી શકાય. પરંતુ નવા રિસર્ચ બાદ લોકોને રાહત મળી શકે છે.
0 Response to "કોરોના: લક્ષણો વગરના દર્દીઓ પર WHOએ કર્યો મોટો ખુલાસો, જાણીને તમને મળશે ખુબ રાહત"
Post a Comment