
દિલ્હીમાં Delhi Corona App લોન્ચ, બેડથી લઇને વેન્ટિલેટર સુધીની માહિતી મળશે
Tuesday, 2 June 2020
Comment
- દર્દીને બેડ ખાલી હોવા છતાં મેડિકલ સારવાર ન મળે તો 1031 પર કોલ કરી શકે છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કોરોના દર્દીઓ માટે Delhi Corona એપ લોન્ચ કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યુ કે દિલ્હીમાં કોરોના દર્દીઓ માટે બેડની કોઇ અછત નથી. દિલ્હીની હોસ્પિટલમાં 4100 બેડ ખાલી છે. હોસ્પિટલમાં ઑક્સિજન, આઇસીયૂ, વેન્ટિલેટરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિલ્હીમાં હોસ્પિટલની માહિતી માટે એપ લોન્ચ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની માહિતી માટે વેબ પેજ છે. દિલ્હી કોરોના નામથી એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. ત્યારે જો કોઇ ઇન્કાર કરે છે કે હોસ્પિટલમાં જગ્યા નથી તો તમે 1031 પર કોલ કરી શકો છો. સ્પેશિયલ સેક્રેટરી હેલ્થને સૂચના મળી જશે. ગવર્નમેન્ટ તેમજ ખાનગી એમ તમામ હોસ્પિટલની માહિતી મળશે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આપણે કોરોના વાયરસથી ચાર સ્ટેપ આગળ છીએ. જો કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે પરંતુ અમે બેડ, આઇસીયૂ અને વેન્ટિલેટર્સ તમામની વ્યવસ્થા કરી લીધી છે. કેટલીક જગ્યાઓથી બેડની અછત હોવાની વાત સામે આવી રહી છે, મેડિકલ ફેસેલિટિઝ્ની અછત છે. જેનાથી સ્પષ્ટ છે કે અહીં ઇન્ફર્મેશન ગેપ છે. આજે પણ 4100 જેટલા બેડ ખાલી છે.
કેજરીવાલે કહ્યુ, 'કોવિડ-19ના દર્દીઓએ તેમના પરિવારના સભ્યોની ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે પર્યાપ્ત વ્યવસ્થા છે. જો તમારા પરિવારનું કોઇ પણ સભ્ય કોરોના પોઝિટિવ છે તો તેમને જરૂરી મેડિકલ સેવા મળશે.'
આ પણ વાંચો:
0 Response to "દિલ્હીમાં Delhi Corona App લોન્ચ, બેડથી લઇને વેન્ટિલેટર સુધીની માહિતી મળશે"
Post a Comment