Unlock 1.0 : રાજ્યમાં ST સાથે ખાનગી બસો પણ દોડશે, સરકારે બહાર પાડ્યું જાહેરનામું
Sunday 31 May 2020
Comment
જાણો રાજ્યમાં સોમવારથી કઈ કઈ પ્રવૃતિઓની છૂટ મળશે, કઈ પ્રવૃિત માટે હજુ જોવી પડશે રાહ?
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા (Governmet of Gujarat) દ્વારા અનલૉક (Unlock1)ની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. (Notificatio of Gujarat unlock1) સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે STની બસો સાથે 60 ટકા કેપેસિટી સાથે ખાનગી બસો પણ દોડશે. જ્યારે સોમવારથી અમદાવાદ સુરતમાં આ ખાનગી બસો 50% કેપેસિટી સાથે દોડશે. રાજ્યમાં Unlock1 અંતર્ગત કઈ કઈ બાબતોની છૂટ મળી છે તેનો ઉલ્લેખ આ જાહેરનામામાં કરવામાં આવ્યો છે. રાજ્યના કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રકારની પ્રવૃતિ પર પાબંદી છે તેની બહાર નીચેની પ્રવૃતિઓ શરૂ કરી શકાશે.
શુ ખૂલશે?
રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર સાથે હોટલ્સ, ક્લબ્સ, મોલ અને મોલની દુકાનો 8 જૂનથી ખૂલશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે રેસ્ટોરાં અને તમામ ફૂડ જોઇન્ટ્સ ખૂલસે. તમામ રિટેઇલ દુકાનો ખોલી શકાશે. ઇન્ડસ્ટ્રીસમાં અને કારખનાઓમાં 100 ટકા સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉદ્યોગો ખોલી શકાશે. ફેરિયાઓ 8મી જૂન પછી વેપાર ધંધો કરી શકાશે.

ધાર્મિક સ્થળો : 8મી જૂનથી ધાર્મિક સ્થળો ખૂલશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. લગ્નમાં 50 વ્યક્તિ અને મરણમાં 20 વ્યક્તિ સાથે કાર્યક્રમ યોજી શકાશે.
પાનની દુકાનો ચાની કિટલીઓ : સોમવારથી પાનની દુકાનો અને ચાની કિટલીઓ ખૂલશે. પાનના ગલ્લા પરથી ફક્ત પાર્સલ લઈ શકાશે. જાહેરમાં થૂક્યા તો ખેર નથી. પરમીટ ધારકો માટે દારૂની દુકાનો પણ ખૂલશે. 60 ટકા સ્ટાફ સાથે લાયબ્રેરીસ પણ ખૂલશે.GSRTC સિટી બસ, ખાનગી બસો :રાજ્યમાં જીએસઆરટીસીની બસો સોશિયલ ડિસન્ટન્સીંગ સાથે આખા રાજ્યમાં દોડશે. જ્યારે અમદાવાદ સુરતમાં 50 ટકા કેપેસિટી સાથે સિટી બસ દોડશે. કન્ટેઇનમેન્ટ ઝોન બહાર અન્ય શહેરોમાં 60 ટકા કેપેસિટી સાથે બસો દોડશે. ખાનગી બસો લક્ઝરીઓ 50 ટકા કેપિસિટી સાથે અમદાવાદ-સુરતથી દોડશે. પ્રાઇવેટ બસો આ શહેરની બહાર 60 ટકા સ્ટાફ સાથે દોડશે.
ઓટો રિક્ષા, ટેક્સી, કેબ : ઓટો રિક્ષામાં ડ્રાઇવર સાથે બે પેસેન્જર રાખી શકાશે. આ ઉપરાંત ટેક્સીમાં 3 પેસન્જર ડ્રાઇવર સહિત મુસાફરી કરી શકશે. 6 સીટર કારમાં ડ્રાઇવર સાથે 3+1 મુસાફરી કરી શકાશે.
ઓટો રિક્ષા, ટેક્સી, કેબ : ઓટો રિક્ષામાં ડ્રાઇવર સાથે બે પેસેન્જર રાખી શકાશે. આ ઉપરાંત ટેક્સીમાં 3 પેસન્જર ડ્રાઇવર સહિત મુસાફરી કરી શકશે. 6 સીટર કારમાં ડ્રાઇવર સાથે 3+1 મુસાફરી કરી શકાશે.
પ્રાઇવેટ ઓફિસમાં વર્કફ્રોમ હોમને પ્રોત્સાહન : સરકારે તમામ ખાનગી કચેરીઓને 100 ટકા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપી છે છતાં સરકારના મતે જે કચેરીઓ ઘરેથી કામ આપી શકે છે તેમણે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવું. આ ઉપરાંત તમામ બેંક, સરકારી કચેરીઓ, રિપેરીંગ ગેરેજ ખૂલશે.
શું નહીં ખૂલે?
રાજ્યમાં તમામ મૉલમાં મલ્ટીપ્લેક્સ, શાળા, કૉલેજો, કોચિંગ ક્લાસ સ્વિમિંગ પૂલ, બગીચાઓ, વૉટર પાર્ક, ફન પાર્ક, આર્કિયોલોજિકલ લાિટ, બીચ, પ્રવાસનના સ્થળો બંધ રહેશે. જોકે, શાળા કોલેજની વહીવટી કચેરીઓ ખોલી શકાશે.

આ પણ વાંચો, અમદાવાદ / સોમવારથી AMTS- BRTS શરૂ થશે પરંતુ નદી પાર બસ નહી જાય, 50 ટકા પેસેન્જર મુસાફરી કરી શકશે
0 Response to "Unlock 1.0 : રાજ્યમાં ST સાથે ખાનગી બસો પણ દોડશે, સરકારે બહાર પાડ્યું જાહેરનામું"
Post a Comment