
ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન, ‘સમાચાર જાણીને દુ:ખ થયું’
Tuesday, 12 May 2020
Comment

રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદાના સમાચાર જાણીને અમને ખુબ દુ:ખ થયું. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા છે. તેમને ઉમેર્યું હતું કે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ષ 2017માં ધોળકાથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો વિજય થયો હતો. તેના વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં બુલેટ પેપરમાં છેતરપીંડી થઈ હોવાની પીટિશન કરી હતી.
ડે.CM નીતિન પટેલે જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ ભૂપેન્દ્રસિંહની ચૂંટણી રદ કરવાનો હુકમ આપી દીધો છે. આ સમાચાર ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ ખરાબ છે. સમાચાર જાણીને અમને ઘણું દુ:ખ થયું છે. તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસણા હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. સુપ્રીમકોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. HCના ચુકાદા પર અમને સ્ટે મળે તેવી પુરેપુરી આશા દેખાઈ રહી છે. જેથી સારા ચુકાદાની અમે રાહ જોઈશું. સરકાર અને ભાજપ પક્ષ ભૂપેન્દ્રસિંહ સાથે જ છે. તેમને તમામ પ્રકારનો સહકાર અને સહયોગ આપીશું. હાલ ગુજરાત હાઈકોર્ટમાંથી જે જજમેન્ટ આવ્યું છે, તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણી રદ થાય ત્યારે MLA પદ રહેતું નથી તેવું તારણ હોય છે. પરંતુ તેમ છતાં તેમનું મંત્રીપદ ચાલું રહે તેવા બનતા તમામ પ્રયત્ન અમે કરીશું. રાષ્ટ્રીય નેતાગીરીના માર્ગદર્શનથી કામગીરી કરીશું.
અત્રે નોંધનીય છે કે, વિધાનસભાનીની ચૂંટણીનાં પરિણમામમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 327 મતે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે કૉંગ્રેસએ આ જીત ને હાઇકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્વીકાર્યું હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું.
આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી. જોકે આ મતગણતરીમાં બેલેટ પેપરોની ગણતરી કરવામાં ના આવી હોવાનો વિવાદ ઊભો થયો હતો. અશ્વિન રાઠોડે ફરિયાદ માં જણાવ્યું હતું કે, 429 જેટલા બેલેટપેપરો કે જેમાં મોટા ભાગના તેમના તરફે મત હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ઇવીએમની મતગણતરી પહેલા બેલેટપેપરની ગણતરી કરવાની જોગવાઈ છે. તેને બાજુએ મૂકીને ઇવીએમની મતગણતરી કરી દેવામાં આવી હતી.
0 Response to "ભૂપેન્દ્રસિંહને હાઈકોર્ટમાંથી લાગેલા ઝટકા મામલે ડેપ્યૂટી CM નીતિન પટેલનું મોટું નિવેદન, ‘સમાચાર જાણીને દુ:ખ થયું’"
Post a Comment