Google લેન્સની મદદથી હવે હાથથી લખેલું લખાણ સીધું ફોનમાં લઇ શકશો
Tuesday, 12 May 2020
Comment
ગૂગલ લેન્સની મદદથી તમે હાથથી લખેલું તમારું કોઇ પણ લખાણ સુધી તમારા ફોન કે કોમ્પ્યૂટરમાં લઇ શકશો.

આ નવા ફિચરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે ગૂગલ ક્રોમ (Google Chrome) નું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે. સાથે જ Standalone Google Lens App એન્ડ્રોઇડ કે પછી ગુગલ એપ iOSથી ડાઉનલોડ કરેલું હોવું જોઇએ. અને તમે સમાન ગૂગલ એકાઉન્ટથી આ બંને ડિવાઇઝ પર જોડાયેલા હોવ તે પણ જરૂરી છે.
આટલું કર્યા પછી તમારું કામ સરળ થઇ જશે. બસ પછી તમારે તમારા ફોનના કેમેરાને તમારા હાથથી લખેલા લખાણ સમક્ષ મૂકવાનો છે. અને કોપીને સિલેક્ટ કરવાની છે. તે પછી તમે Google Docsમાં જઇ Edit દબાવો અને અહીં ટેક્સ પેસ્ટ કરી લો.
જો કે તમારે આ ફિચરનો ઉપયોગ કરવો હશે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા અક્ષરો સારા હોવા જોઇએ અને સાથે જ તે સુવ્યવસ્થિત રીતે લખાયેલું હોવું જોઇએ. જો લખાણમાં અક્ષરોની ગરબડી હશે તો તમને પેસ્ટ થયેલી ટેક્સમાં ટાઇપો એરર મળશે. પણ તેમ છતાં આ ફિચર ખરેખરમાં અનેક લોકો માટે બહુ કામનું સાબિત થઇ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે લોકડાઉનમાં વર્ક ફોર્મ હોમ કરતા હોવ. આ દ્વારા તમે કંઇ પણ લખાણ લખી તેને તમારા કોમ્પ્યુટર સાથે જોડી શકો છો.
સાથે જ આ નવા કોપી પેસ્ટ ફિચર જોડે ગૂગલે Pronynciation Tool પણ જોડ્યું છે. જેથી તમે લખાણનું યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે કરવું તે પણ જાણી શકો છો. વળી આ ગૂગલ લેન્સની મદદથી તેમને ગૂગલ સર્ચમાં શબ્દોના અર્થ પણ સમજી શકો છો. જેનાથી બાળકોનું શાળાનું કામ ઓછું થઇ શકે છે. આમ આ ફિચરથી આવનારા સમયમાં તમારું લખાણને લગતું કામ ખૂબ જ સરળ થઇ શકે છે. અને લખેલી વસ્તુને ફરી ટાઇપ કરવાની જરૂર નહીં પડે.

0 Response to "Google લેન્સની મદદથી હવે હાથથી લખેલું લખાણ સીધું ફોનમાં લઇ શકશો"
Post a Comment