કોરોના વેક્સિન બનાવવામાં 7 થી 8 ઉમેદવારો ઝડપી કામ કરી રહ્યા છે : WHO

કોરોના વેક્સિન બનાવવામાં 7 થી 8 ઉમેદવારો ઝડપી કામ કરી રહ્યા છે : WHO

- WHOના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે વીડિયો કૉન્ફરન્સ દ્વારા ખુલાસો કર્યો


WHOના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે સોમવારે યૂએન ઇકોનૉમિક અને સોશિયલ કાઉન્સિલની વીડિયો કૉન્ફરન્સમાં કહ્યુ કે કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સીનના લગભગ 7-8 ટૉપ ઉમેદવાર છે જે વેક્સિન બનાવવામાં ઝડપી કામ કરી રહ્યા છે. 
સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલે કહ્યુ, કોરોના વેક્સિનની ઉપલબ્ધતાને લઇને બે મહિના પહેલા 12થી 18 મહિનાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો. પરંતુ મહામારીના આ કપરા સમયમાં પણ ઝડપી કામ થયું છે. 
ટેડરોસે કહ્યુ, વાયરસના રિસર્ચ, સારવાર અને ટેસ્ટિંગ માટે 40 દેશના નેતાઓ, સંગઠનો અને બેન્કોએ એક અઠવાડિયામાં લગભગ 60 હજાર કરોડ રૂપિયાની મદદ કરી છે.' જો કે તેમણે કહ્યુ છે કે વેક્સિન પર થતા ખર્ચને જોતા આ રકમ પણ પ્રર્યાપ્ત નથી. 
ટેડરોસેએ કહ્યુ કે વેક્સિન પર ઝડપી કામ કરવા માટે વધારે રૂપિયાની જરૂર પડશે. વેક્સિન ડેવલપ થયા બાદ તેનું ભારે માત્રામાં પ્રોડક્શન પણ કરવું પડશે જેથી વિશ્વના કોઇ પણ ખૂણે કોઇ પણ વ્યક્તિ તેનાથી વંચિત ન રહી જાય. 
તેમણે વીડિયો કૉન્ફરન્સ દ્વારા કહ્યુ કે, હાલની પરિસ્થિતિમાં અમારી પાસે લગભગ 100 વેક્સિન ઉમેદવાર છે, જેમાંથી 7 કે 8 પાસેથી વધારે સારા પરિણામની આશા રાખી શકાય તેમ છે. 
જો કે ટોપ વેક્સિનમાં કયા વિકલ્પ અંકિત કરવામાં આવ્યા છે તે વિશે ટેડરોસે કોઇ માહિતી આપી નથી. તેમણે કહ્યુ WHO વિશ્વભરમાં હજારો સંશોધનકારોની સાથે મળીને એનિમલ મૉડલ વિકસિત કરવાથી લઇને કલીનિકલ ટ્રાયલ્સને ડિઝાઇન કરવા માટે ઝડપથી કામ કરી રહ્યું છે.  
ટેડરોસે જણાવ્યું કે વેક્સિનની શોધ અને ડાયગ્નોસ્ટિક્સ માટે 400થી વધારે વૈજ્ઞાનિકોની એક ટીમ પણ સક્રિય છે. WHOના ચીફે કહ્યુ કે કોરોના એક ખૂબ જ ખતરનાક વાયરસ છે. અત્યાર સુધીમાં 40 લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઇ ચુક્યા છે અને લગભગ 2,75,000થી વધારે લોકોના મૃત્યુ થયા છે. 
ટેડરોસે કહ્યુ કે આ મહામારીએ સમગ્ર દુનિયાને દર્દનાક સબક આપ્યો છે. આપણે એક મજબૂત રાષ્ટ્ર સાથે પોતાના હેલ્થ સિસ્ટમને પણ ઠીક કરવાની કેટલી જરૂર છે. તે વિશે જાણી શકાયું છે. 
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલ અને ઇટલીએ ગત સપ્તાહે જ કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં સફળતા હાંસલ કરવાની વાત કરી હતી. કોરોનાની વેક્સિન સામે આવવામાં હજુ કેટલો સમય લાગી જશે તેનો માત્ર અંદાજો જ લગાવવામાં આવી રહ્યો છે. 

0 Response to "કોરોના વેક્સિન બનાવવામાં 7 થી 8 ઉમેદવારો ઝડપી કામ કરી રહ્યા છે : WHO"

Post a Comment

Native Banner