CM રૂપાણી મહત્વનો નિર્ણયઃ પહેલી જૂનથી રાજ્યમાં ST બસો દોડશે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે

CM રૂપાણી મહત્વનો નિર્ણયઃ પહેલી જૂનથી રાજ્યમાં ST બસો દોડશે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે

CM રૂપાણી મહત્વનો નિર્ણયઃ પહેલી જૂનથી રાજ્યમાં ST બસો દોડશે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે

કેન્દ્ર સરકારની અનલોક-1ની નવી ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ પહેલી જૂનથી અનલોક-1 લાગુ કરવાની જાહેરાત કરી છે.

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર તરફથી આગામી જૂન મહિનાથી અનલોકન-1ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ ગુજરાતમાં પણ અનલોક-1ની જાહેરાત લાગુ કરાવની જાહેરાત કરી હતી. તેમણે સમગ્ર ગુજરાતમાં એસટી બસોને દોડાવાની મંજૂરી આપી દીધી છે. સાથે સાથે રાજ્યમાં ટુ વ્હિલર ઉપર બે વ્યક્તિઓને બેશવાની પણ મંજૂરી આપી દીધી છે. પહેલી જૂનથી સમગ્ર ગુજરાતમાં સાંજે સાત વાગ્યા સુધી બધી દુકાનો ખોલવામાં આવશે. આ સાથે રાજ્યમાં લાગુ ઓડ ઈવન પદ્ધતિને પણ રદ્ર કરી છે.

સમગ્ર ગુજરાતમાં ST બસો ધમધમશે
મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે પહેલી જૂનથી સમગ્ર ગુજરાતમાં એસટીબસો 60 ટકા ક્ષમતા સાથે દોડશે. આ સાથે મુસાફરોને સોસિયલ ડિસ્ટેન્સિગનું પાલન કરવું પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પણ એસટી બસો દાડાવા અંગે સરકારે મંજૂરી આપી દીધી છે.

સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે, ઓડ ઈવન પદ્ધતિ રદ્દ
સીએમ રૂપાણીના જણાવ્યા પ્રમાણે સમગ્ર પહેલી જૂનથી અનલોક-1 લાગુ થશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ દુકાનો એક સાથે ખોલી શકાશે. અને બપોરે ત્રણ વાગ્યાના બદલે સાંજના સાત વાગ્યા સુધી દુખાનો ખુલ્લી રાખી શકાશે. આ પહેલા દુકાનો ઓડ ઈવન પદ્ધતિથી ખોલવામાં આવતી હતી. અને બપોરે ત્રણ વાગ્યે બંધ કરવામાં આવતી હતી.

રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલી અનલોક-1ની ગાઈડ લાઈન પ્રમાણે રાત્ર 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. આ પ્રમાણે ગુજરાતમાં પણ રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગું રહેશે. જોકે, જરૂરી ચીજ વસ્તુઓ માટે કર્ફ્યૂ નહીં રહે.

અમદાવાદમાં AMTS પણ દોડશે
લોકડાઉનના લાંબા સમય બાદ અમદાવાદમાં એએમટીએસ બસો સહિત સીટી બસો દોડશે. જોકે, આ તમામ બસોમાં 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે જ દોડાવવામાં આવશે.

ટુવ્હિલર ઉપર બે વ્યક્તિને મંજૂરી
લોકડાઉનમાં છૂટછાટ સમયે ટુવ્હિલ ઉપર એક વ્યક્તિ અને કારમાં ડ્રાઈવર સહિત ત્રણ વ્યક્તિઓને બેસવાની મંજૂરી હતી. જોકે, અનલોક-1માં ટુવ્હિલરમાં બે વ્યક્તિઓને બેસવાની છૂટ આપી છે. આ છૂટ પરિવાર માટે આપવામાં આવી છે.

કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત રવિવારે કરવામાં આવશે
મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કયા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા એ અંગે રવિવારે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે અને આ અંગે વધુ માહિતી બેઠક બાદ આપવામાં આવશે.

આ ઉપરાંત મુખ્યંત્રીએ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર છૂટની સાથે સાથે દો ગજ કી દુરી એટલે કે સોસિયલ ડિસ્ટેન્સિગનું પુરતું પાલન કરવાનું રહેશે. સાથે સાથે કામની જગ્યાઓ ઉપર પાણીથી હાથ ધોવા સહિતની તમામ વ્યવસ્થા જેતે ઓફિસ, કામની જગ્યાઓના માલિકોએ વ્યવસ્થાનું ધ્યાન રાખવાનું રહેશે.

આ પણ વાંચો,લો હવે આવી ગયું ઓટોમેટિક કોન્ટેક્ટ લેસ હેન્ડ સેનિટાઈઝર મશીન

0 Response to "CM રૂપાણી મહત્વનો નિર્ણયઃ પહેલી જૂનથી રાજ્યમાં ST બસો દોડશે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે"

Post a Comment

Native Banner