ભારતમાં એક દિ'ના કોરોનાના કેસ પૈકી ૧૪ ટકા કેસ અને ૨૫ ટકા મોત ગુજરાતના
Wednesday 6 May 2020
Comment
ગઈકાલે દેશમાં ૨૬૮૦ નવા કેસ આવેલ જેમાં ૩૮૦ કેસ અને ૧૧૧ મોત પૈકી ૨૮ મોત ગુજરાતનાઃ રાજ્યના કુલ ૬૬૬૨ દર્દીઓ પૈકીના ૭૧ ટકા (૪૭૩૫) એકલા અમદાવાદમાં: કુલ મૃત્યુ ૩૯૬: સાજા થયા ૧૫૦૦
તા. ૭ :. ભારતમાં કોરોનાના ફેલાવાનો મહત્વનો ભાગ ગુજરાતમાં છે. કેસની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પછી આપણુ રાજ્ય દેશમાં બીજા નંબરે આવે છે. છેલ્લા કનિદૈ લાકિઅ ૨૪ કલાકના સત્તાવાર આંકડા જોતા ભારતમાં ૨૬૮૦ નવા કેસ નોંધાયેલ. તે પૈકી ૩૮૦ એટલે કે ૧૪ ટકા જેટલા કેસ એકલા ગુજરાતમાં નોંધાયા હતા. ગઈકાલે સાંજની કનિદૈ લાકિઅ સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧૧ નવા મૃત્યુ થયેલ. તે પૈકી ૨૮ મૃત્યુ ગુજરાતમાં થયા હતા. એક દિવસના આંકડા જોતા દેશની સરખામણીએ કનિદૈ લાકિઅ રાજયનો મૃત્યુ આંક ૨૫ ટકા જેટલો છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૬૯૪ મૃત્યુ થયા છે. તે પૈકી ૩૯૬ ગુજરાતના છે. રાજ્યમાં ગઈકાલે રાત સુધીમાં કનિદૈ લાકિઅ ૬૬૨૫ દર્દીઓ નોંધાયેલ. તે પૈકી ૭૧ ટકા જેટલા એટલે કે ૪૭૩૫ એકલા અમદાવાદમાં છે. ૨૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૪૭૦૩ દર્દીઓની તબિયત સ્થિર છે. ૧૫૦૦ કનિદૈ લાકિઅ દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી છે. ડીસ્ચાર્જનો રેઈટ વધીને ૨૨ ટકા સુધી પહોંચ્યો છે. આવતા દિવસોમાં સાજા થવાના દરમાં ઝડપ અને વધારો આવવાની કનિદૈ લાકિઅ આશા છે. ગુજરાતમાં અમદાવાદ પછી બીજા ક્રમે સુરત છે. જ્યાં કોરોનાના ૭૭૨ દર્દીઓ નોંધાયા છે. વડોદરામાં ૪૨૧ દર્દીઓ છે. રાજકોટમાં ૬૨ દર્દીઓ કનિદૈ લાકિઅ અને ભાવનગરમાં ૮૨ દર્દીઓ થયા છે. બનાસકાંઠામાં ૬૪, ગાંધીનગરમાં ૮૩, પંચમહાલમાં ૫૧, ભરૂચમાં ૨૭, આણંદમાં ૨૭, બોટાદમાં ૪૮, મહેસાણામાં ૪૨, છોટા કનિદૈ લાકિઅ ઉદેપુરમાં ૧૪, નર્મદામાં ૧૨, ખેડામાં ૧૭ દર્દીઓ નોંધાયા છે. અરવલ્લીમાં ૨૨ અને મહિસાગરમાં ૪૨ દર્દીઓ છે. તે સિવાયના જિલ્લાઓમાં દર્દીઓની સંખ્યા એક આંકડામાં છે. અત્યાર સુધીમાં એક માત્ર અમરેલી જિલ્લો કોરોનાની એન્ટ્રી વગરનો રહ્યો છે. હાલ રાજ્યમાં ઘરે અથવા સરકારી કે ખાનગી સુવિધામાં કોરોન્ટાઈન રહેલા લોકોની સંખ્યા ૫૮૦૬૩ છે.
0 Response to "ભારતમાં એક દિ'ના કોરોનાના કેસ પૈકી ૧૪ ટકા કેસ અને ૨૫ ટકા મોત ગુજરાતના"
Post a Comment